1996ની શ્રીલંકન ક્રિકેટ ટીમ સાથે પ્રધાનમંત્રીની ખાસ વાતચીતનો મૂળપાઠ
April 05th, 10:25 pm
મને ખુશી છે કે મને તમને બધાને મળવાની તક મળી અને મને લાગે છે કે તમારી ટીમ એવી છે કે આજે પણ ભારતના લોકો તેને યાદ કરે છે. લોકો એ સમય ભૂલ્યા નથી જ્યારે તમે લોકો પિટાઈ કરીને આવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી
April 05th, 10:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના કોલંબોમાં 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી હતી. નિખાલસ વાતચીત દરમિયાન ક્રિકેટરોએ પ્રધાનમંત્રીને મળવા બદલ ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને મળવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારતીય લોકો આજે પણ ટીમનાં અસરકારક દેખાવને યાદ કરે છે, ખાસ કરીને એ યાદગાર વિજય કે જેણે કાયમી છાપ છોડી હતી. તેમણે ઉમેર્યું કે તેમની સિદ્ધિ રાષ્ટ્ર સાથે ગુંજી રહી છે.