કેન્દ્રીય મંત્રીમંડળે NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ અને તેના અન્ય સંયુક્ત સાહસો/પેટાકંપનીઓમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવા માટે રોકાણ કરવા માટે NTPC લિમિટેડને વધુ સત્તા અધિકૃતતાને મંજૂરી આપી

July 16th, 02:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ NTPC લિમિટેડને મહારત્ન CPSEs, જે એક પેટાકંપની છે, તેમાં રોકાણ કરવા માટે સત્તા સોંપવાની હાલની માર્ગદર્શિકામાંથી NTPC લિમિટેડને વધુ સત્તા સોંપવાની મંજૂરી આપી છે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NGEL), જે એક પેટાકંપની છે અને ત્યારબાદ, NGEL NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ (NREL) અને તેની અન્ય JV/પેટાકંપનીઓમાં રોકાણ કરે છે, જે 2032 સુધીમાં 60 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવા માટે રિન્યુએબલ એનર્જી (RE) ક્ષમતા વધારા માટે રૂ. 7,500 કરોડની અગાઉ મંજૂર કરાયેલ નિર્ધારિત મર્યાદાથી વધુ રૂ. 20,000 કરોડની રકમ છે.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રોજગાર મેળા ખાતે આપેલા વીડિયો સંદેશનો મૂળપાઠ

October 30th, 10:01 am

આજે, જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે, આપણા દીકરાઓ અને દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ જગ્યાએ સરકારમાં કામ કરવા માટે 3,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. આ નવયુવાનોને PWD, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ, શિક્ષણ- સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. આજે નિમણૂત પત્ર મેળવી રહેલા તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ રોજગાર મેળાનું આયોજન કરવા બદલ હું શ્રી મનોજ સિંહાજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. મને જાણ કરવામાં આવી છે કે, આવનારા દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જે લોકોને આનો લાભ મળવાનો છે અને તે પણ થોડા દિવસોમાં થઇ જશે માટે તેમને પણ હું અગાઉથી મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર રોજગાર મેળાને સંબોધન કર્યું

October 30th, 10:00 am

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આજે જમ્મુ અને કાશ્મીરના તેજસ્વી યુવાનો માટે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ગણાવ્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ સ્થળોએ સરકારમાં કામ કરવા માટે નિમણૂક પત્રો મેળવનાર તમામ ત્રણ હજાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ યુવાનોને પીડબલ્યુડી, આરોગ્ય વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પશુપાલન, જલ શક્તિ અને શિક્ષણ-સંસ્કૃતિ જેવા વિવિધ વિભાગોમાં સેવા આપવાની તકો મળશે તેવી માહિતી તેમણે આપી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં 700થી વધુ નિમણૂક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ખાનગીકરણ અને સંપત્તિ મુદ્રીકરણ ઉપર એક વેબીનાર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિનિવેશ અને અસ્કયામત મુદ્રીકરણ માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું

February 24th, 05:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.

હું માનું છું કે ઉદ્યોગસાહસિકો આપણી ‘વૃદ્ધિનાં એમ્બેસેડર’ છે : ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી

August 12th, 11:06 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્રએ ભારતીય વિકાસગાથામાં વિશ્વાસ જાળવવો જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ ભારતને વેપારવાણિજ્ય માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. એક મુલાકાતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે કામ કરે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને ‘ભારતની વિકાસગાથાનાં એમ્બેસેડર’ પણ ગણાવ્યાં હતા.

3 Is – ઇન્સેન્ટીવઝ,ઈમેજીનેશન અને ઇન્સ્ટીટ્યુશન બિલ્ડીંગ એ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રના સફળતાના મંત્રો છે: વડાપ્રધાન

April 09th, 09:57 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝીસ (CPSEs)ના વરિષ્ઠ અધિકારીઓ અને ટોચના મંત્રાલય અધિકારીઓને વિજ્ઞાન ભવન ખાતે CPSE કોન્કલેવમાં સંબોધિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ‘સીપીએસઈ સંમેલન’ને સંબોધન કર્યું

April 09th, 07:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજિત ‘સીપીએસઈ સંમેલન’માં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી આવતીકાલે વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની સભાને સંબોધન કરશે

April 08th, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2018 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની સભામાં હાજરી આપશે.