કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 02:39 pm
આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની 125 વર્ષની સફર દરમિયાન, આ સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી દવા પ્રણાલી તરીકે સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે, હું આર્ય વૈદ્ય શાળાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કરું છું. આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ આપણને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
January 28th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં આર્ય વૈદ્ય શાળા ચેરિટેબલ હોસ્પિટલના શતાબ્દી સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ ગૌરવપૂર્ણ પ્રસંગે, દરેક સાથે જોડાવાનો તેમના માટે આનંદની વાત છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આર્ય વૈદ્ય શાળાએ આયુર્વેદના સંરક્ષણ, રક્ષણ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ નોંધ્યું કે તેની 125 વર્ષની સફરમાં, સંસ્થાએ આયુર્વેદને એક શક્તિશાળી સારવાર પ્રણાલી તરીકે સ્થાપિત કર્યો છે. તેમણે આર્ય વૈદ્ય સાલાના સ્થાપક, વૈદ્ય રત્નમ પી.એસ. વારિયરના યોગદાનને યાદ કર્યું, ભાર મૂક્યો કે આયુર્વેદ પ્રત્યેનો તેમનો અભિગમ અને જાહેર કલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રેરણાદાયક છે.પ્રધાનમંત્રી 28 જૂને નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે
June 27th, 05:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જૂને સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.શ્રી નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચેની વાતચીતની શતાબ્દી ઉજવણી સભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 24th, 11:30 am
બ્રહ્મર્ષિ સ્વામી સચ્ચિદાનંદ જી, શ્રીમઠ સ્વામી શુભાંગ-નંદાજી, સ્વામી શારદાનંદજી, બધા પૂજ્ય સંતો, સરકારમાં મારા સાથી શ્રી જ્યોર્જ કુરિયનજી, સંસદમાં મારા સાથી શ્રી અદૂર પ્રકાશજી અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
June 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક ઐતિહાસિક ઘટના હતી જેણે આપણા સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપી, સ્વતંત્રતાના ઉદ્દેશ્યોને નક્કર અર્થ આપ્યો અને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે 100 વર્ષ પહેલાં થયેલી મુલાકાત આજે પણ પ્રેરણાદાયક અને સુસંગત છે અને સામાજિક સંવાદિતા અને વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યો માટે ઊર્જાના શક્તિશાળી સ્ત્રોત તરીકે સેવા આપે છે. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે શ્રી નારાયણ ગુરુના ચરણોમાં નમન કર્યું અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.પ્રધાનમંત્રી શ્રી 24 જૂન, 2025ના રોજ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની વાતચીતના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે
June 23rd, 05:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 જૂન, 2025ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:15 am
ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થશે
November 23rd, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 11:11 am
થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
October 19th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 11:57 am
હું કાશીનો જન પ્રતિનિધિ છું અને કાશીની ધરતી પર આટલી મોટી સંખ્યામાં પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે અને કાશીના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં આપ સૌની વચ્ચે આવવું એ મારા માટે સૌભાગ્યનો વિષય છે. બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, માઁ ગંગાના ખોળામાં, સંતવાણીના સાક્ષી બનવાનો અવસર વારંવાર નથી આવતો.પ્રધાનમંત્રી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે; જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી
February 16th, 11:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' ના આશિર્વાદ મળ્યા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 14th, 11:29 am
પટના યુનિવર્સીટી ખાતે આજે તેના શતાબ્દી વર્ષ સમારંભ માટે આયોજિત એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' બંનેના આશિર્વાદ મળ્યા છે. વડાપ્રધાને શિક્ષણમાં નવીનીકરણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે પરંપરાગત શિક્ષણથી આગળ વધીને આપણી યુનિવર્સીટીઓએ નવીનીકરણયુક્ત શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે.પ્રધાનમંત્રીએ પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણી સમારંભનું સંબોધન કર્યું
October 14th, 11:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટણા યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે, તેઓનું પટણા યુનિવર્સિટીની મુલાકાત અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉપસ્થિતિ રહેવું તેમનાં માટે ગૌરવ સમાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું બિહારની ભૂમિને શત્ શત્ વંદન કરું છું. આ યુનિવર્સિટીએ દેશ ને બહુ મોટુ યોગદાન આપનારા વિદ્યાર્થીઓ પેદા કર્યા છે.”વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે
October 13th, 04:29 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.કચ્છ કેનાલ ખાતે નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા PM મોદી
May 22nd, 06:35 pm
PM નરેન્દ્ર મોદીએ આજે કચ્છ કેનાલ ખાતે પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ જળસંચય પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો પરથી આપણે જળસંચય કેમ કરવો એ શીખવું જોઈએ. નર્મદાના નીરને કેનાલમાં વધાવતા PM મોદીએ જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રના રહેવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.PM Modi inaugurates pumping station at Kutch Canal
May 22nd, 06:32 pm
PM Narendra Modi inaugurated pumping station at Kutch Canal today. While addressing a huge gathering after the inauguration, PM Modi stressed on conservation of water. He said that one could learn about water conservation from people in Kutch. Welcoming the waters of Narmada River into the Canal, PM Modi said that it would transform lives of people in the region.ઉત્તરપૂર્વનો વિકાસ અમારી પ્રાથમિકતા: PM મોદી
May 07th, 01:15 pm
PMનરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિલોંગમાં આયોજિત ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી. સ્વામી પ્રણવાનંદના ફાળાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સ્વામી પ્રણવાનંદે પોતાના અનુયાયીઓને સેવા અને આધ્યાત્મિકતા સાથે જોડ્યા હતા. સમાજનો વિકાસ ‘ભક્તિ’, ‘શક્તિ’ અને ‘જનશક્તિ’ દ્વારા સ્વામી પ્રણવાનંદે સિધ્ધ કર્યો હતો.” PMએ લોકોને ઉત્તરપૂર્વમાં સ્વચ્છતા તરફ કાર્ય કરવાની વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે.સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017
April 10th, 08:29 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!