પ્રધાનમંત્રીએ પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને નાગરિકોને તેમના ઘરની વિગતો સ્વ-ગણતરી કરવા, વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી
April 01st, 08:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી, જે ઘરની યાદી અને આવાસની કામગીરીને લગતી વસ્તી ગણતરી 2027 ના પ્રથમ તબક્કાની શરૂઆત દર્શાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમો દ્વારા ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. તે ભારતના લોકોને તેમના ઘરની વિગતો સ્વ-ગણતરી કરવા માટે સશક્ત પણ બનાવે છે.કેબિનેટે ભારતની વસ્તી ગણતરી 2027ના આયોજનની યોજનાને મંજૂરી આપી
December 12th, 04:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 11,718.24 કરોડના ખર્ચે ભારતની વસ્તી ગણતરી 2027નું આયોજન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.