પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે: પ્રધાનમંત્રી

April 26th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું, દુનિયા પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને હંમેશા યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

April 21st, 02:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા.

કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 23rd, 09:24 pm

માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો

December 23rd, 09:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.

કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

July 12th, 09:53 pm

ભારતના કેથોલિક બિશપ્સ કોન્ફરન્સના એક પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.