Cabinet approves Minimum Support Price for Copra for 2026 season

December 12th, 04:20 pm

The Cabinet Committee on Economic Affairs chaired by PM Modi, has given its approval for the Minimum Support Price (MSP) for copra for 2026 season. The MSP for Fair Average Quality of milling copra has been fixed at Rs.12,027/- per quintal and for ball copra at Rs.12,500/- per quintal. This will ensure better remunerative returns to the coconut growers while incentivizing farmers to expand copra production.

Cabinet approves policy for auction of Coal Linkage for Seamless, Efficient & Transparent Utilisation (CoalSETU)

December 12th, 04:18 pm

Adding to the series of coal sector reforms being undertaken by the Government, the Cabinet Committee, chaired by PM Modi, has today approved the Policy for Auction of Coal Linkage for Seamless, Efficient & Transparent Utilisation (CoalSETU) by creating a “CoalSETU window” in the NRS Linkage Policy. The Policy will allow allocation of coal linkages on auction basis on long-term for any industrial use and export.

Cabinet approves scheme of Conduct of Census of India 2027

December 12th, 04:13 pm

The Union Cabinet, chaired by PM Modi, has today approved the proposal for conducting the Census of India 2027 at a cost of ₹11,718.24 crore. About 30 lakh field functionaries will complete this gigantic exercise of national importance by visiting each and every household. Census-as-a-Service (CaaS) will deliver data to ministries in a clean, machine-readable, and actionable format.

ગ્રીન એનર્જી માટે મહત્વપૂર્ણ ગ્રેફાઇટ, સીઝિયમ, રુબિડિયમ અને ઝિર્કોનિયમ ખનિજોના રોયલ્ટી દરોને તર્કસંગત બનાવવા મંજૂરી આપી

November 12th, 08:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે આજની બેઠકમાં નીચે મુજબ સીઝિયમ, ગ્રેફાઇટ, રુબિડિયમ અને ઝિર્કોનિયમના રોયલ્ટી દરને સ્પષ્ટ/સુધારવા માટે મંજૂરી આપી છે:

કેબિનેટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના (CGSE)ને મંજૂરી આપી

November 12th, 08:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે પાત્રતા ધરાવતા નિકાસકારો, જેમાં MSME નો પણ સમાવેશ થાય છે, તેમને રૂ. 20000 કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડવા માટે સભ્ય ધિરાણ સંસ્થાઓ (Member Lending Institutions - MLIs) ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા 100% ક્રેડિટ ગેરંટી કવરેજ પ્રદાન કરવા માટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના (Credit Guarantee Scheme for Exporters - CGSE) શરૂ કરવાની મંજૂરી આપી.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પર કેબિનેટે ઠરાવ પસાર કર્યો

November 12th, 08:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ સંડોવતી આતંકવાદી ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. કેબિનેટે નિર્દોષ જીવોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

કેબિનેટે ₹25060 કરોડના ખર્ચ સાથે ભારતની નિકાસ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી આપી

November 12th, 08:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નિકાસ પ્રોત્સાહન મિશન (Export Promotion Mission - EPM) ને મંજૂરી આપી છે — જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ એક મુખ્ય પહેલ છે.

મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે

October 07th, 03:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં શામેલ છે:

મંત્રીમંડળે દેશભરમાં સિવિલ સેક્ટર હેઠળ રૂ. 5862 કરોડથી વધુના ખર્ચે 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવાની મંજૂરી આપી

October 01st, 03:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વધારો થતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશભરમાં સિવિલ સેક્ટર હેઠળ 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવાની મંજૂરી આપી છે. 2026-27થી નવ વર્ષના સમયગાળા દરમિયાન 57 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 5862.55 કરોડ (આશરે) છે. આમાં રૂ. 2575.52 કરોડ (આશરે)ના મૂડી ખર્ચ ઘટક અને રૂ. 3277.03 કરોડ (આશરે)ના કાર્યકારી ખર્ચનો સમાવેશ થાય છે. એ નોંધવું યોગ્ય છે કે NEP 2020 માટે ઉદાહરણરૂપ શાળાઓ તરીકે, પહેલી વાર, આ 57 KVને બાલવાટિકાઓ સાથે મંજૂરી આપવામાં આવી છે, એટલે કે 3 વર્ષનો પાયાનો તબક્કો (પૂર્વ-પ્રાથમિક).

મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2026-27 માટે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી

October 01st, 03:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્કેટિંગ સિઝન 2026-27 માટે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કરવાની મંજૂરી આપી છે.

મંત્રીમંડળે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામ (BRCP)ના ત્રીજા તબક્કાને મંજૂરી આપી

October 01st, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામ (BRCP), ત્રીજા તબક્કાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ કાર્યક્રમ બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને વેલકમ ટ્રસ્ટ (WT), યુનાઇટેડ કિંગડમ અને SPV, ઇન્ડિયા એલાયન્સ વચ્ચે ત્રીજા તબક્કા (2025-26 થી 2030-31) માટે ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં બીજા છ વર્ષ (2031-32 થી 2037-38) માટે સેવા ફેલોશિપ અને ગ્રાન્ટ મંજૂર કરવામાં આવશે, જેનો કુલ ખર્ચ 2030-31 સુધી રૂ. 1500 કરોડ થશે, જેમાં DBT અને WT, UK અનુક્રમે રૂ. 1000 કરોડ અને રૂ. 500 કરોડનું યોગદાન આપશે.

આસામમાં NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના હાઇવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંત્રીમંડળે મંજૂરી આપી

October 01st, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના કેરેજવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંજૂરી આપી છે, જેમાં આસામમાં કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) સ્ટ્રેચ પર પ્રસ્તાવિત વન્યજીવન મૈત્રીપૂર્ણ પગલાંનો અમલ સામેલ છે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) મોડ પર વિકસાવવામાં આવશે જેની કુલ લંબાઈ 85.675 કિમી અને કુલ મૂડી ખર્ચ રૂ. 6957 કરોડ છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26 થી 2030-31 માટે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને મંજૂરી આપી

October 01st, 03:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને મંજૂરી આપી છે - કઠોળમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ (આત્મનિર્ભરતા). આ મિશન 2025-26થી 2030-31 સુધીના છ વર્ષના સમયગાળામાં અમલમાં મૂકવામાં આવશે, જેનો નાણાકીય ખર્ચ રૂ. 11,440 કરોડ થશે.

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપીકેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી

October 01st, 03:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 01.07.2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)નો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી છે, જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 55% ના હાલના દર કરતાં 3%નો વધારો દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું

September 24th, 03:10 pm

રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 10,91,146 રેલવે કર્મચારીઓને રૂ. 1865.68 કરોડના 78 દિવસના ઉત્પાદકતા આધારિત બોનસ (PLB-Productivity Linked Bonus)) મંજૂરી આપી છે.

શિપબિલ્ડીંગ, મેરીટાઇમ ફાઇનાન્સિંગ અને સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવવા માટે વ્યાપક 4-સ્તંભિય અભિગમ

September 24th, 03:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે દરિયાઈ ક્ષેત્રના વ્યૂહાત્મક અને આર્થિક મહત્વને ઓળખીને ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા માટે રૂ. 69,725 કરોડના વ્યાપક પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવવા, લાંબા ગાળાના ધિરાણમાં સુધારો કરવા, ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ શિપયાર્ડ વિકાસને પ્રોત્સાહન આપવા, તકનીકી ક્ષમતાઓ અને કૌશલ્ય વધારવા અને મજબૂત દરિયાઈ માળખાગત સુવિધા બનાવવા માટે કાનૂની, કરવેરા અને નીતિગત સુધારાઓ અમલમાં મૂકવા માટે રચાયેલ ચાર-સ્તંભ અભિગમ રજૂ કરે છે.

Cabinet approves 4-lane road project in Bihar worth Rs.3,822.31 crore

September 24th, 03:07 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the 4-lane Sahebganj-Areraj-Bettiah road project in Bihar at Rs. 3,822.31 crore. The project will improve access to key heritage and Buddhist sites, strengthening the Buddhist circuit and tourism in Bihar. It will also improve employment opportunities, boosting regional growth.

મંત્રીમંડળે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા-રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શન (177 કિમી) ને કુલ 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ડબલિંગ ને મંજૂરી આપી

September 10th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર - દુમકા - રામપુરહાટ સિંગલ રેલ્વે લાઇન સેક્શન (177 કિમી) ના ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ રૂ. 3,169 કરોડ (આશરે) થશે.

મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે

September 10th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોર બિહારના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી છે, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.400 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 4447.38 કરોડ છે.

પ્રધાનમંત્રીએ નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

September 09th, 10:29 pm

હિમાચલ પ્રદેશ અને પંજાબની સત્તાવાર મુલાકાતથી પરત ફરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નેપાળમાં હાલના ઘટનાક્રમ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ હિંસા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ, જેમાં ઘણા યુવાનોના જીવ ગયા છે. હૃદયપૂર્વકની અપીલમાં, તેમણે નેપાળના તમામ નાગરિકોને શાંતિ અને એકતાના મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી.