ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 07th, 11:47 pm

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા

July 07th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.

જાપાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 02nd, 01:30 pm

આજે, પ્રધાનમંત્રી તાકાચીની મુલાકાત સાથે, આપણે આપણી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ. એફ. થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 18th, 05:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને કહ્યું, ભગવાન મહાવીરના સંદેશાઓમાં અપાર પ્રેરણા છે

March 31st, 10:41 am

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન મહાવીરના સંદેશા ખૂબ જ પ્રેરણાદાયક છે, જે સત્ય, સદ્ભાવ, સારા આચરણ અને સમાનતા પર આધારિત છે. શ્રી મોદીએ કહ્યું, તેમના ઉમદા વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે.

પ્રધાનમંત્રીએ નાગરિકોને રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે પિપ્રહવા અવશેષોના દર્શન કરવા આહ્વાન કર્યું

January 02nd, 06:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” શીર્ષક હેઠળ પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

'મન કી બાત' લોકોના સામૂહિક પ્રયાસોને લોકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે: પીએમ મોદી

November 30th, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ નવેમ્બર મહિનાના મુખ્ય કાર્યક્રમો વિશે વાત કરી, જેમાં બંધારણ દિવસની ઉજવણી, વંદે માતરમની 150મી વર્ષગાંઠ, અયોધ્યામાં ધર્મ ધ્વજ ફરકાવવો, INS માહેની ભાગીદારી અને કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો સમાવેશ થાય છે. તેમણે રેકોર્ડ અનાજ અને મધ ઉત્પાદન, ભારતની રમતગમત સફળતા, મ્યુઝિયમ અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ દરેકને કાશી-તમિલ સંગમમનો ભાગ બનવાની અપીલ કરી.

ભૂટાનના ચોથા રાજાની 70મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 11th, 12:00 pm

અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સેરેમોનિયલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી

November 11th, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.

મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

October 14th, 01:15 pm

છ વર્ષ પછી મંગોલિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ખૂબ જ ખાસ પ્રસંગ છે. અને આ મુલાકાત ભારત અને મંગોલિયા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણી કરે છે ત્યારે આવી રહી છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, અમે એક સંયુક્ત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યું છે, જે આપણા સહિયારા વારસા, વિવિધતા અને ઊંડી સભ્યતાગત સંબંધોનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન પ્રાંતીય રાજ્યપાલો સાથે વાતચીત

August 30th, 08:00 am

મને લાગે છે કે આ રૂમમાં સૈતામાની ગતિ, મિયાગીની સ્થિતિસ્થાપકતા, ફુકુઓકાની જીવંતતા અને નારાના વારસાની સુગંધ છે. આપ સૌ કુમામોતોની હૂંફ, નાગાનોની તાજગી, શિઝુઓકાની સુંદરતા અને નાગાસાકીના ધબકાર છો. આપ સૌ માઉન્ટ ફુજીની શક્તિ, સાકુરાની ભાવનાને મૂર્તિમંત કરો છો. સાથે મળીને, તમે જાપાનને કાલાતીત બનાવો છો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય

April 05th, 11:30 am

આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.

Prime Minister’s visit to Wat Pho

April 04th, 03:36 pm

PM Modi with Thai PM Paetongtarn Shinawatra, visited Wat Pho, paying homage to the Reclining Buddha. He offered ‘Sanghadana’ to senior monks and presented a replica of the Ashokan Lion Capital. He emphasized the deep-rooted civilizational ties between India and Thailand, strengthening cultural bonds.

થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

April 03rd, 03:01 pm

હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.

પીએમ 20 ઓક્ટોબરે વારાણસીની મુલાકાત લેશે

October 19th, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આરજે શંકરા આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 4:15 વાગ્યે તેઓ વારાણસીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

વોર્સો, પોલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 21st, 11:45 pm

આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે અને તમારો ઉત્સાહ પણ અદ્ભુત છે. જ્યારથી મેં અહીં પગ મૂક્યો છે ત્યારથી તમે થાકતા નથી. તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવો છો, દરેકની અલગ અલગ ભાષાઓ, બોલીઓ, ખાવાની આદતો છે. પરંતુ દરેક વ્યક્તિ ભારતીયતાની લાગણી સાથે જોડાયેલ છે. તમે અહીં મારું આટલું સુંદર સ્વાગત કર્યું છે, આ સ્વાગત માટે હું તમારા બધાનો, પોલેન્ડના લોકોનો ખૂબ આભારી છું.

પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં

August 21st, 11:30 pm

સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી થઈ રહી છે અને તેઓ ભારત-પોલેન્ડ સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા અને પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે ભારત અને પોલેન્ડ સાથેના તેના સહિયારા મૂલ્યો બંને દેશોને નજીક લાવે છે.

વિયેતનામના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અખબારી નિવેદન (01 ઑગસ્ટ, 2024)

August 01st, 12:30 pm

હું ભારતમાં પ્રધાનમંત્રી ફામ મિંગ ચિંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું.

'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023

August 27th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે શાર ન્યામા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી

April 17th, 10:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા શાર ન્યમા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.