ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિંતંગ આદિપૂર્ણ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા' એનાયત કરવામાં આવ્યું
July 07th, 03:27 pm
પ્રધાનમંત્રીને આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્તો દ્વારા 'બિંતંગ આદિપૂર્ણ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ આ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ભારત-ઇન્ડોનેશિયાના સંબંધોને મજબૂત કરવા માટે તેમના નેતૃત્વ અને અસાધારણ યોગદાન બદલ પ્રધાનમંત્રીને આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને ઇન્ડોનેશિયાના લોકોને તેમજ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક-સભ્યતાગત સંબંધોને સમર્પિત કર્યો હતો.