BIMSTEC સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નેપાળના પ્રધાનમંત્રીને મળ્યા

April 04th, 04:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં 6ઠ્ઠા BIMSTEC સમિટ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીને મળ્યા.

પ્રધાનમંત્રીએ બિમ્સ્ટેક સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે કરી મુલાકાત

April 04th, 03:49 pm

પ્રધાનમંત્રીએ લોકશાહી, સ્થિર, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતનાં સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંબંધમાં ભારતનાં જનકેન્દ્રી અભિગમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેનાં સહકારથી બંને દેશોનાં લોકોને લાભ થશે. તેમણે વ્યવહારિકતા પર આધારિત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધ સ્થાપિત કરવાની ભારતની ઇચ્છા પર ભાર મૂક્યો હતો.

પહેલોની યાદી : છઠ્ઠા બિમ્સ્ટેક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીની સહભાગીતા

April 04th, 02:32 pm

બિમ્સ્ટેક ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના.

થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

April 04th, 12:59 pm

આજે, હું આ સમિટના સફળતાપૂર્વક આયોજન માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શિનાવાત્રાજીનો આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લીધો

April 04th, 12:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડ દ્વારા આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક (બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેનું વર્તમાન અધ્યક્ષપદ છે. આ સમિટની થીમ – બિમ્સ્ટેક - સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને મુક્ત હતી. તે બિમ્સ્ટેક ક્ષેત્રનાં લોકોની નેતાઓની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાનાં સમયમાં સહિયારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા BIMSTECનાં પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો

April 04th, 12:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે BIMSTEC રાષ્ટ્રોમાં વેપારને વેગ આપવા અને IT ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો હતો. તેમણે હાલમાં આવેલા મ્યાનમાર અને થાઇલેન્ડને અસર કરતા ભૂકંપને પગલે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂરિયાતને પણ મહત્વ આપ્યું. શ્રી મોદીએ અંતરિક્ષની દુનિયામાં કામ કરવા અને સુરક્ષા ઉપકરણને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. BIMSTECને સામૂહિક રીતે સક્રિય કરવા અને નેતૃત્વ કરનારા યુવાનોની ભૂમિકા પર જોર આપતા, તેમણે આશા વ્યક્ત કરી કે સાંસ્કૃતિક જોડાણો BIMSTEC રાષ્ટ્રોને વધુ નજીક લાવશે.

BIMSTEC સમિટ દરમિયાન રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

April 04th, 09:43 am

બંને નેતાઓએ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ પછીની પરિસ્થિતિની ચર્ચા કરી, જેમાં ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને તબીબી સહાય પૂરી પાડવા માટે ભારતના ચાલુ પ્રયાસોનો સમાવેશ થાય છે. સિનિયર જનરલે ભારતના સહાય પ્રયાસો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે, ભારત આ કટોકટીના સમયમાં મ્યાનમાર સાથે ઉભું છે અને જો જરૂર પડે તો વધુ ભૌતિક સહાય અને સંસાધનો તૈનાત કરવા તૈયાર છે.

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 03rd, 08:42 pm

બંને નેતાઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સહકારની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરી હતી. તેમણે રાજકીય આદાન-પ્રદાન, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, વ્યૂહાત્મક જોડાણ, વેપાર અને રોકાણ તથા લોકો વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરવા ચર્ચા કરી હતી. આમ કરતી વખતે તેમણે કનેક્ટિવિટી, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ, નવીનતા, ડિજિટલ, શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માનવ તસ્કરી, માદક દ્રવ્યોની દાણચોરી અને સાયબર કૌભાંડો સહિત આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધોનો સામનો કરવા સહકારને ગાઢ બનાવવાનાં માર્ગો પર પણ ચર્ચા કરી હતી. બંને વડા પ્રધાનોએ વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું અને બિમસ્ટેક, આસિયાન અને મેકાંગ ગંગા સહકાર સહિત પેટા-પ્રાદેશિક, પ્રાદેશિક અને બહુપક્ષીયમાં ગાઢ સહકાર સ્થાપિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ પાલી ભાષામાં ત્રિપિટકની નકલ આપવા બદલ થાઈલેન્ડના પ્રધાનમંત્રીનો આભાર માન્યો

April 03rd, 05:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાલી ભાષામાં ત્રિપિટકની નકલ આપવા બદલ થાઈલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાનો આભાર માન્યો, તેને એક સુંદર ભાષા તરીકે ગણાવી, જે ભગવાન બુદ્ધના ઉપદેશોનો સાર ધરાવે છે.

થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

April 03rd, 03:01 pm

હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ રામાયણ, રામકીએનનું મનમોહક પ્રદર્શન જોયું

April 03rd, 01:02 pm

ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો માટે પ્રશંસા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈલેન્ડના બેંગકોકમાં થાઈ રામાયણ, રામકીએનનું સમૃદ્ધ પ્રદર્શન જોયું.

પીએમ મોદી થાઇલેન્ડના બેંગકોક પહોંચ્યા

April 03rd, 11:01 am

વડાપ્રધાને નરેન્દ્ર મોદી થાઈલેન્ડના બેંગકોક પહોંચ્યા. તેઓ બીમ્સટેક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે પણ વાતચીત કરશે.

થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

April 03rd, 06:00 am

પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું.

વડાપ્રધાન ની થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત: 03-06 એપ્રિલ, 2025

April 02nd, 02:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ (૩-૪ એપ્રિલ, ૨૦૨૫) ની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના આમંત્રણ પર શ્રીલંકાની રાજ્ય મુલાકાત (૪-૬ એપ્રિલ, ૨૦૨૫) પર જશે.