પ્રધાનમંત્રીએ બિહાર કોકિલા શારદા સિંહા જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

November 05th, 10:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર કોકિલા શારદા સિંહાજીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, તેમણે લોકગીતો દ્વારા બિહારની કલા અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. મહાપર્વ છઠ સાથે સંકળાયેલા તેમના સુમધુર ગીતો હંમેશા લોકોના હૃદયમાં રહેશે.