કેબિનેટે ઓડિશામાં 8307.74 કરોડ રૂપિયાના મૂડી ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ કેપિટલ રિજન રિંગ રોડ (ભુવનેશ્વર બાયપાસ, 110.875 કિમી)ના બાંધકામને મંજૂરી આપી

August 19th, 03:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ કેપિટલ રિજન રિંગ રોડ (ભુવનેશ્વર બાયપાસ - 110.875 કિમી)ના કુલ મૂડી ખર્ચ રૂ. 8307.74 કરોડના બાંધકામને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

June 19th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

મંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ના અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી

May 07th, 02:07 pm

ભારતમાં વ્યાવસાયિક શિક્ષણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે.

ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' - મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 11:30 am

આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું

January 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

January 27th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 10:15 am

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

January 09th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.

પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

January 06th, 06:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે.

Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar

November 29th, 04:31 pm

Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.

PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity

November 29th, 04:30 pm

Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.

પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

November 29th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

November 22nd, 03:02 am

આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 22nd, 03:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં નવા મકાનમાલિક અને પીએમ આવાસ યોજનાના લાભાર્થીની મુલાકાત લીધી

September 17th, 04:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભુવનેશ્વર, ઓડિશામાં તેમના આગમન પર અંતરાજમાઈ નાયક અને PM આવાસ યોજનાના લાભાર્થી જહાજા નાયકના ઘરની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

September 17th, 04:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓડિશાના ભુવનેશ્વરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ભુવનેશ્વર, ઓડિશામાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 17th, 12:26 pm

ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી મોહન માંઝીજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્નપૂર્ણા દેવીજી, ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કે. વી. સિંહદેવજી, શ્રીમતી પ્રભાતિ પરિદાજી, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો જેઓ આજે દેશના ખૂણે-ખૂણેથી અમારી સાથે જોડાયા છે અને ઓડિશાના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વર, ઓડિશામાં સૌથી મોટી મહિલા-કેન્દ્રિત યોજના – ‘સુભદ્રા’ લોંચ કરી

September 17th, 12:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓડિશાના ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના ‘સુભદ્રા’ લોંચ કરી. તે સૌથી મોટી, એકલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધુ મહિલાઓને આવરી લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ 10 લાખથી વધુ મહિલાઓના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાની પણ શરૂઆત કરી હતી. શ્રી મોદીએ શિલાન્યાસ કર્યો અને રૂ. 2800 કરોડથી વધુની કિંમતની રેલ્વે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી, અને રૂ. 1000 કરોડથી વધુની કિંમતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો, દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી)ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ ઉજવણીમાં ભાગ લીધો અને તેમને ઘરની ચાવીઓ સોંપી. PMAY (ગ્રામીણ અને શહેરી) લાભાર્થીઓ. વધુમાં, તેમણે PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે આવાસ+ 2024 એપ અને પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) 2.0ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરી.

બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી

May 20th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.

પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું

May 20th, 09:58 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.