વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.પ્રધાનમંત્રી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે
April 09th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીનો પ્રવાસ ખેડશે અને સવારે 11 વાગ્યે તેઓ રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.