તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 11th, 05:45 pm

આજનો કાર્યક્રમ તમિલનાડુના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે પાંચ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ વિશે છે: સ્વચ્છ ઊર્જા માટે માળખાકીય સુવિધા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન, હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ. તેઓ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું

March 11th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”

પ્રધાનમંત્રી 11મી માર્ચે કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે

March 09th, 09:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 માર્ચ, 2026 ના રોજ કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે. બપોરે આશરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી એર્નાકુલમ, કેરળમાં આશરે ₹10,800 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ફ્લેગ ઓફ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે આશરે 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં આશરે ₹5,650 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનસભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

July 17th, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 12 જુલાઇએ દેવઘર અને પટનાની મુલાકાત લેશે

July 09th, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી પટનામાં બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે

February 12th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.