કેબિનેટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) દ્વારા પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક વિકાસના નવા યુગને મંજૂરી આપી
March 18th, 04:05 pm
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તરફના એક ઐતિહાસિક પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે (plug-and-play) ઔદ્યોગિક પાર્ક વિકસાવવા માટે ₹33,660 કરોડની ફાળવણી સાથે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપી છે.