પ્રધાનમંત્રીએ બાર્બાડોસમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક ચૂંટણી વિજય પર પ્રધાનમંત્રી મિયા અમોર મોટલીને અભિનંદન પાઠવ્યા
February 13th, 12:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાર્બાડોસમાં સતત ત્રીજા કાર્યકાળ માટે ઐતિહાસિક ચૂંટણી જીત બદલ પ્રધાનમંત્રી મિયા અમોર મોટલીને અભિનંદન આપ્યા. શ્રી મોદીએ કહ્યું કે ભારત બાર્બાડોસ સાથેની તેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને ખૂબ મહત્વ આપે છે, જે સહકારના વિવિધ ક્ષેત્રોમાં સતત વિકસતી રહે છે. શ્રી મોદીએ કહ્યું, મને 2024માં ભારત-કેરિકોમ સમિટ દરમિયાન થયેલી અમારી મુલાકાત યાદ છે અને હું આપણા લોકોના લાભ માટે આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.પ્રધાનમંત્રીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી
March 07th, 10:02 am
પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યું છે.પ્રધાનમંત્રીએ બાર્બાડોસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 09:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મિયા અમોર મોટલી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાતે બંને નેતાઓને ભારત અને બાર્બાડોસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પુનઃ સમર્થન અને મજબૂત કરવાની તક પૂરી પાડી હતી.