રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ"ના 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 07th, 10:00 am
વંદે માતરમ્ સામૂહિક રીતે ગાવાનો આ અદ્ભુત અનુભવ ખરેખર અભિવ્યક્તિની બહાર છે. એક જ લય, એક જ સ્વર, એક જ લાગણી, એક જ રોમાંચ, આટલા બધા અવાજોમાં એક જ પ્રવાહ, આવી સુસંગતતા, આવી લહેર, આ ઉર્જાએ હૃદયને ધબકતું બનાવી દીધું છે. લાગણીઓથી ભરેલા આ વાતાવરણમાં, હું મારી વાતને આગળ વધારું છું. મંચ પર હાજર મારા કેબિનેટ સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું
November 07th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમ્ માત્ર એક શબ્દ નથી - તે એક મંત્ર, એક ઉર્જા, એક સ્વપ્ન અને એક પવિત્ર સંકલ્પ છે. તેમણે ભાર મૂક્યો કે વંદે માતરમ્ ભારત માતા પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મિક સમર્પણનું પ્રતીક છે. આ એક શબ્દ આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે, આપણા વર્તમાનને આત્મવિશ્વાસથી ભરી દે છે અને આપણા ભવિષ્યને એવું માનવાની હિંમત આપે છે કે કોઈ પણ સંકલ્પ પૂર્ણ થવાથી દૂર નથી અને કોઈ પણ ધ્યેય આપણી પહોંચની બહાર નથી.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.દિલ્હીના લાલ કિલ્લા ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઝલક
August 15th, 11:02 am
૭૯મા સ્વતંત્રતા દિવસ પર, વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં બંધારણ સભા, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણ ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકાસ ભારત પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી GST સુધારા, વડાપ્રધાન વિકાસ ભારત રોજગાર યોજના, રાષ્ટ્રીય રમત નીતિ અને સુદર્શન ચક્ર મિશન જેવી મુખ્ય પહેલો પર પ્રકાશ પાડ્યો.તમિલનાડુના થુથુકુડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
July 26th, 08:16 pm
તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિજી, મારા મંત્રીમંડળના સાથીદારો કિંજારપુ રામમોહન નાયડુજી, ડૉ. એલ. મુરુગનજી, તમિલનાડુના મંત્રી થંગમ ટેન્નારાસુજી, ડૉ. ટી.આર.બી. રાજાજી, પી. ગીતા જીવનજી, અનિતા આર. રાધાકૃષ્ણનજી, સાંસદ કનિમોઝીજી, તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય નયનર નાગેન્દ્રનજી, અને તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને શુભારંભ કર્યો.
July 26th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થુથુકુડીમાં ₹4800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. વિવિધ ક્ષેત્રોમાં અનેક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો કરશે, સ્વચ્છ ઉર્જા માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. કારગિલ વિજય દિવસ નિમિત્તે, શ્રી મોદીએ કારગિલના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને વીર યોદ્ધાઓને સલામ કરી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.શ્રી નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચેની વાતચીતની શતાબ્દી ઉજવણી સભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 24th, 11:30 am
બ્રહ્મર્ષિ સ્વામી સચ્ચિદાનંદ જી, શ્રીમઠ સ્વામી શુભાંગ-નંદાજી, સ્વામી શારદાનંદજી, બધા પૂજ્ય સંતો, સરકારમાં મારા સાથી શ્રી જ્યોર્જ કુરિયનજી, સંસદમાં મારા સાથી શ્રી અદૂર પ્રકાશજી અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
June 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક ઐતિહાસિક ઘટના હતી જેણે આપણા સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપી, સ્વતંત્રતાના ઉદ્દેશ્યોને નક્કર અર્થ આપ્યો અને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચે 100 વર્ષ પહેલાં થયેલી મુલાકાત આજે પણ પ્રેરણાદાયક અને સુસંગત છે અને સામાજિક સંવાદિતા અને વિકસિત ભારતના સામૂહિક લક્ષ્યો માટે ઊર્જાના શક્તિશાળી સ્ત્રોત તરીકે સેવા આપે છે. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે શ્રી નારાયણ ગુરુના ચરણોમાં નમન કર્યું અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:00 am
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી, ટેકનોલોજી દ્વારા આપણી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રીઓ, ઇન્દોરથી તોખન સાહુજી, દતિયાથી રામ મોહન નાયડુજી, સતનાથી મુરલીધર મોહોલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાજી, મંચ પર હાજર રાજેન્દ્ર શુક્લાજી, લોકસભામાં મારા સાથી વી.ડી. શર્માજી, અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું
May 31st, 10:27 am
લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે 'મા ભારતી'ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન એટલે લોકોની સેવા કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ તેમના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને તેમના આદર્શોને આગળ ધપાવે છે. પ્રધાનમંત્રીએ ઇન્દોર મેટ્રોના શુભારંભ તેમજ દતિયા અને સતના સુધી હવાઈ જોડાણના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધામાં વધારો કરશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે ઉપસ્થિત દરેકને અભિનંદન આપ્યા હતા.ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 27th, 11:30 am
હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે વહેલી સવારે ગાંધીનગર આવ્યો, જ્યાં પણ ગયો એવું લાગ્યું કે દેશભક્તિનો ઉત્સાહ, ગર્જના કરતો સિંદુરી સાગર હતો, સિંદુરી સાગરની ગર્જના અને લહેરાતો ત્રિરંગો હતો, લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ હતો, તે એક એવું દૃશ્ય હતું, તે એક એવું દ્રશ્ય હતું અને આ ફક્ત ગુજરાતમાં જ નથી, ભારતના દરેક ખૂણામાં છે. તે દરેક ભારતીયના હૃદયમાં છે. શરીર ગમે તેટલું સ્વસ્થ હોય જો કાંટો વાગી જાય તો આખું શરીર પરેશાન રહે છે. હવે અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહને સંબોધન કર્યુ
May 27th, 11:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શહેરી વિકાસ વર્ષ 2025નો શુભારંભ કરાવ્યો, જે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થયા છે. સભાને સંબોધતા તેમણે કહ્યું કે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને ગાંધીનગરની તેમની મુલાકાત દરમિયાન છેલ્લા 2 દિવસમાં તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અને ત્રિરંગો લહેરાવતા દેશભક્તિના ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે આ એક જોવાલાયક દૃશ્ય હતું અને આ લાગણી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં અને દરેક ભારતીયના હૃદયમાં હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદના કાંટાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને તે પૂર્ણ વિશ્વાસ સાથે કર્યું છે.દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
April 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 30th, 11:53 am
ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ નીતિન ગડકરીજી, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રીજી, અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત બધા વરિષ્ઠ સાથીઓ, મને આજે રાષ્ટ્ર યજ્ઞના આ પવિત્ર વિધિમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે દેશના વિવિધ ખૂણામાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહના તહેવારો પણ ઉજવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન ઝુલેલાલજી અને ગુરુ અંગદ દેવજીની પણ જન્મજયંતી છે. આ આપણા પ્રેરણા સ્ત્રોત, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબની જન્મજયંતીનો પણ પ્રસંગ છે. અને આ વર્ષે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે, આ પ્રસંગે, મને સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાનો અને પૂજ્ય ડૉક્ટર સાહેબ અને પૂજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો
March 30th, 11:52 am
પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:00 pm
વરિષ્ઠ નેતા શ્રી શરદ પવારજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ ડૉ. તારા ભાવલકરજી, ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રવિન્દ્ર શોભણેજી, સર્વ સભ્યો, મરાઠી ભાષાના સર્વ વિદ્વાનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું
February 21st, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા તેમણે નવી દિલ્હીમાં આયોજિત મરાઠી ભાષાના ભવ્ય કાર્યક્રમમાં તમામ મરાઠીઓનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન કોઈ ભાષા કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલનમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સાર તેમજ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે.ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 15th, 08:30 pm
છેલ્લી વાર જ્યારે હું ET નાઉ સમિટમાં આવ્યો હતો, ત્યારે ચૂંટણીઓ થવાની હતી અને તે સમયે મેં તમારી વચ્ચે પૂરી નમ્રતાથી કહ્યું હતું કે, અમારા ત્રીજા કાર્યકાળમાં, ભારત એક નવી ગતિ સાથે કામ કરશે. મને સંતોષ છે કે આજે આ ગતિ દેખાઈ રહી છે અને દેશ પણ તેને સમર્થન આપી રહ્યો છે. નવી સરકારની રચના પછી, દેશના ઘણા રાજ્યોમાં ભાજપ-એનડીએને સતત જનતાના આશીર્વાદ મળી રહ્યા છે! જૂનમાં, ઓડિશાના લોકોએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપ્યો, પછી હરિયાણાના લોકોએ તેને ટેકો આપ્યો અને હવે દિલ્હીના લોકોએ અમને સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ એક સ્વીકૃતિ છે કે આજે દેશના લોકો વિકસિત ભારતના ધ્યેય તરફ ખભે ખભા મિલાવીને કેવી રીતે ચાલી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025ને સંબોધન કર્યું
February 15th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2025માં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઇટી નાઉ સમિટની છેલ્લી આવૃત્તિમાં તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં નવી ગતિએ કામ કરશે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આ ઝડપ હવે સ્પષ્ટ થઈ ગઈ છે અને દેશમાંથી સાથ સહકાર મળી રહ્યો છે. તેમણે વિસ્તૃત ભારતની પ્રતિબદ્ધતા માટે અપાર સમર્થન દર્શાવવા બદલ ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનાં લોકોનો આભાર માન્યો હતો. તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે દેશનાં નાગરિકો કેવી રીતે વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.