પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રોત્સાહનોનું વિતરણ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 19th, 05:15 pm
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર આશરે બે લાખ લોકો અત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા છે, હું તે બધાને પણ ભલે દૂરથી જ સાચું, પરંતુ દિલથી આપ સૌને મારી શુભેચ્છાઓ આપું છું. ઉદ્યોગ જગત સાથે પણ જોડાયેલા બહુ બધા મહાનુભાવ હું આજે અહીં જોઈ રહ્યો છું, અને યુવા સાથીઓનો ઉત્સાહ તો ધ્યાનમાં આવે જ આવે છે, આટલી મોટી સંખ્યામાં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું
June 19th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું, જે ભારત સરકારની આ ફ્લેગશિપ રોજગાર-લિંક્ડ પ્રોત્સાહન યોજનાના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરે છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ રોજગારીની તકોના નિર્માણને ટેકો આપ્યો છે.જન સુરક્ષા યોજનાઓના 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ તેના પ્રભાવ પર પ્રકાશ પાડ્યો
May 09th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11 વર્ષ પહેલાં એનડીએ (NDA) સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુખ્ય સામાજિક સુરક્ષા અને પેન્શન યોજનાઓના પ્રભાવ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પહેલો ભારતના લોકો માટે ગૌરવ, ખાતરી અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.કેબિનેટે અટલ પેન્શન યોજના (APY) ચાલુ રાખવા અને પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાય અને 2030-31 સુધી ગેપ ફંડિંગને લંબાવવાની મંજૂરી આપી
January 21st, 12:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે અટલ પેન્શન યોજના (APY)ને નાણાકીય વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી, સાથે પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાય અને ગેપ ફંડિંગમાં વધારો કરવાની પણ મંજૂરી આપી.The opposition is not a ‘gathbandhan’ but a ‘gharbandhan’: PM Modi during the interaction with Mahila Karyakartas of Bihar
November 04th, 10:30 pm
PM Modi interacted with spirited women karyakartas of the Bharatiya Janata Party from Bihar as part of the “Mera Booth, Sabse Mazboot” outreach initiative. The interaction was marked by warmth, humour, and conviction as PM Modi hailed the vital role of women in strengthening democracy and steering India towards a Viksit Bharat.PM Modi interacts with Mahila Karyakartas of Bihar under “Mera Booth, Sabse Mazboot” initiative
November 04th, 03:30 pm
PM Modi interacted with spirited women karyakartas of the Bharatiya Janata Party from Bihar as part of the “Mera Booth, Sabse Mazboot” outreach initiative. The interaction was marked by warmth, humour, and conviction as PM Modi hailed the vital role of women in strengthening democracy and steering India towards a Viksit Bharat.When the youth lead, the nation moves forward: PM Modi during Mera Booth Sabse Mazboot - Yuva Samvaad
October 23rd, 06:06 pm
Prime Minister Narendra Modi interacted with spirited Yuva Karyakartas from Bihar under the “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” initiative, blending inspiration with realism as he urged the youth to be the torchbearers of a Viksit Bharat.PM Modi addresses the Yuva Karyakartas of Bihar during “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” programme
October 23rd, 06:00 pm
Prime Minister Narendra Modi interacted with spirited Yuva Karyakartas from Bihar under the “Mera Booth, Sabse Mazboot – Yuva Samvaad” initiative, blending inspiration with realism as he urged the youth to be the torchbearers of a Viksit Bharat.The spirit of Seva, Sangathan, and Samarpan defines Bihar’s BJP cadre: PM Modi during “Mera Booth Sabse Mazboot”
October 15th, 06:30 pm
PM Modi interacted with dedicated BJP karyakartas from Bihar as part of the “Mera Booth Sabse Mazboot” initiative, reaffirming that the booth remains the foundation of the party’s success and the strength of democracy itself.PM Modi interacts with BJP Karyakartas from Bihar under “Mera Booth Sabse Mazboot” campaign
October 15th, 06:00 pm
PM Modi interacted with dedicated BJP karyakartas from Bihar as part of the “Mera Booth Sabse Mazboot” initiative, reaffirming that the booth remains the foundation of the party’s success and the strength of democracy itself.ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 02nd, 11:30 am
પટણાથી અમારી સાથે જોડાયેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી, દેશના વિવિધ ભાગોના તમામ આદરણીય મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ શ્રી, મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીજી, બધા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને કાશીના મારા સ્વામી, જનતા જનાર્દન!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
August 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લગભગ 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના પરિવારોને શ્રાવણ મહિનામાં મળવા બદલ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. વારાણસીના લોકો સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણને પ્રકાશિત કરતા, શ્રી મોદીએ શહેરના દરેક પરિવારના સભ્યને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ શ્રાવણ મહિનામાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ખેડૂતો સાથે જોડાવા બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.Karyakartas must organize impactful booth-level events to raise awareness: PM Modi in TN via NaMo App
March 29th, 05:30 pm
Prime Minister Narendra Modi interacted with the BJP Karyakartas from Tamil Nadu through the NaMo App, emphasizing the Party's dedication to effective communication of its good governance agenda across the state. During the interaction, PM Modi shared insightful discussions with Karyakartas, addressing key issues and soliciting feedback on grassroots initiatives.PM Modi interacts with BJP Karyakartas from Tamil Nadu via NaMo App
March 29th, 05:00 pm
Prime Minister Narendra Modi interacted with the BJP Karyakartas from Tamil Nadu through the NaMo App, emphasizing the Party's dedication to effective communication of its good governance agenda across the state. During the interaction, PM Modi shared insightful discussions with Karyakartas, addressing key issues and soliciting feedback on grassroots initiatives.પ્રધાનમંત્રીએ નવસારીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન, રાષ્ટ્રને લોકાર્પણ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 22nd, 04:40 pm
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથીઓ, આ જ પ્રદેશના પ્રતિનિધિ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદો તેમજ ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો, કેમ છો તમે બધા?પ્રધાનમંત્રીએ ગુજરાતનાં નવસારીમાં રૂ. 47,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 22nd, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન, રેલ, રોડ, ટેક્સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્ટિવિટી અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 25th, 02:00 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રી શ્રી વી કે સિંહજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર ચૌધરીજી, અન્ય પ્રતિનિધિઓ અને બુલંદશહેરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં બુલંદશહરમાં રૂ. 19,100 કરોડથી વધારે મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 25th, 01:33 pm
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બુલંદશહરના લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ અને બહેનોના પ્રેમ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ 22 જાન્યુઆરીનાં રોજ ભગવાન શ્રી રામનાં દર્શન કરવા અને આજનાં પ્રસંગે ઉત્તરપ્રદેશનાં લોકોની હાજરી બદલ તેમનાં સૌભાગ્યનો આભાર માન્યો હતો. તેમણે બુલંદશહર અને સમગ્ર પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને રેલવે, હાઇવે, પેટ્રોલિયમ પાઇપલાઇન, પાણી, સુએઝ, મેડિકલ કોલેજ અને ઔદ્યોગિક વસાહતનાં ક્ષેત્રોમાં રૂ. 19,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે યમુના અને રામ ગંગા નદીઓનાં સ્વચ્છતા અભિયાન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનાં ઉદઘાટનનો ઉલ્લેખ પણ કર્યો હતો.નવી મુંબઈ ખાતે વિકાસપરિયોજનાઓનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 12th, 08:36 pm
હું 24 ડિસેમ્બર, 2016નો દિવસ ભૂલી શકતો નથી, જ્યારે હું અહીં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-અટલ સેતુનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજને નમન કરતા મેં કહ્યું હતું કે, 'લખી રાખો, દેશ બદલાશે પણ અને દેશ વિકાસ પણ પામશે'. જે વ્યવસ્થામાં વર્ષો-વર્ષ કામ લટકાવવાની આદત પડી ગઈ હતી, એનાથી દેશવાસીઓને કોઈ આશા બચી ન હતી. લોકો માનતા હતા કે તેમના જીવતેજીવ મોટા પ્રોજેક્ટ્સ પૂરા થઈ જાય , એ મુશ્કેલ જ છે. અને તેથી જ મેં કહ્યું હતું- લખીને રાખો, દેશ બદલાશે અને ચોક્કસ બદલાશે. ત્યારે આ મોદીની ગૅરંટી હતી.અને આજે ફરી એકવાર છત્રપતિ શિવાજી મહારાજને નમન કરીને, મુંબ્રા દેવીને નમન કરીને, સિદ્ધિવિનાયકજીને પ્રણામ કરતા, હું આ અટલ સેતુ મુંબઈની જનતા અને દેશના લોકોને સમર્પિત કરી રહ્યો છું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં 12,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
January 12th, 04:57 pm
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ 'વિકસિત ભારત'ના સંકલ્પ માટે પણ ઐતિહાસિક દિવસ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, ભલે આ વિકાસલક્ષી યોજનાઓ મુંબઈમાં થઈ રહી છે, પણ સમગ્ર દેશની નજર તેની પર ચોંટેલી છે. ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનાં ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ 24 ડિસેમ્બર, 2016ના રોજ એમ.ટી.એચ.એલ. અટલ સેતુના શિલાન્યાસને યાદ કરતાં કહ્યું હતું કે, આજનો પ્રસંગ સંકલ્પ દ્વારા સિદ્ધિનું પ્રતીક પણ છે. તેમણે મોટા પાયે પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં અગાઉની સરકારો દરમિયાન પ્રચલિત બેદરકારીભર્યાં વલણને કારણે નાગરિકો નિરાશ થઈ ગયા હતા. દેશ આગળ વધશે અને દેશ પ્રગતિ કરશે. આ 2016માં મોદીની ગૅરંટી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું, હું અટલ સેતુ મુંબઈગરાને સમર્પિત કરું છું અને રાષ્ટ્ર છત્રપતિ શિવાજી, મુંબા દેવી અને સિદ્ધિવિનાયક સમક્ષ રાષ્ટ્ર નમન કરે છે. તેમણે કોરોના વાયરસ મહામારી દરમિયાન સર્જાયેલા વિક્ષેપો છતાં એમ.ટી.એચ.એલ. અટલ સેતુ સમયસર પૂર્ણ થવાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન, લોકાર્પણ અથવા શિલાન્યાસ ફોટો ઓપ નથી પરંતુ તે ભારતનાં નિર્માણનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આવી દરેક યોજના ભવ્ય ભારતના વિકાસમાં યોગદાન આપે છે.