ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

August 12th, 04:34 pm

64 દેશોના 300થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે હું ભારતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં: પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે, અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું અવલોકન કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 5મી સદીમાં, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેઓ સૌપ્રથમ એવું પણ કહેતા હતા કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પરના 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધન કર્યુ

August 12th, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વિડિઓ સંદેશ દ્વારા ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 64 દેશોના 300થી વધુ સહભાગીઓ સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો, અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે તેમનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતમાં, પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે, શ્રી મોદીએ કહ્યું હતું. તેમણે આર્યભટ્ટનું ઉદાહરણ આપ્યું, જેમણે 5મી સદીમાં શૂન્યની શોધ કરી હતી અને પૃથ્વી તેની ધરી પર ફરે છે તેવું સૌપ્રથમ કહ્યું હતું. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો! પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું.

2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

July 27th, 11:30 am

'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.

પ્રધાનમંત્રીએ ડૉ. જયંત નાર્લીકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 20th, 01:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ખગોળ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિત્વ ડૉ. જયંત નાર્લીકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ પ્રોફેસર શશીકુમાર ચિત્રેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

January 11th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર શશીકુમાર ચિત્રેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.