પ્રધાનમંત્રી એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ શ્રી મસાટો કાંડાને મળ્યા

June 01st, 04:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ શ્રી મસાટો કાંડાને મળ્યા. છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તને અસંખ્ય લોકોને સશક્ત બનાવ્યા છે અને અમે આ યાત્રામાં વધુ ગતિ ઉમેરવા માટે કામ કરી રહ્યા છીએ, શ્રી મોદીએ જણાવ્યું હતું.

મંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ના અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી

May 07th, 02:07 pm

ભારતમાં વ્યાવસાયિક શિક્ષણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે.