નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 02nd, 05:34 pm
હું IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં આપ સૌનું ભારતમાં સ્વાગત કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમ 4 દાયકા પછી ભારતમાં થઈ રહ્યો છે. આ 4 દાયકામાં, ભારતમાં ઘણું બદલાયું છે. આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. ગ્લોબલ એવિએશન ઇકો-સિસ્ટમમાં, આપણે માત્ર એક વિશાળ બજાર જ નથી, પરંતુ પોલિસી લીડરશીપ, ઇનોવેશન અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનું પ્રતીક પણ છીએ. આજે ભારત ગ્લોબલ સ્પેસ-એવિએશન કન્વર્જન્સમાં ઉભરતો નેતા છે. છેલ્લા દાયકામાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક ઉડાનથી તમે બધા સારી રીતે વાકેફ છો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું
June 02nd, 05:00 pm
વિશ્વ કક્ષાના હવાઈ માળખાગત સુવિધાઓ વિકસાવવા અને કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS)ના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ મહેમાનોનું સ્વાગત કરતાં, ચાર દાયકા પછી ભારતમાં આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ સમયગાળા દરમિયાન ભારતમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર ભાર મૂક્યો અને કહ્યું કે આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. તેમણે વૈશ્વિક ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા માત્ર એક વિશાળ બજાર તરીકે જ નહીં પરંતુ નીતિ નેતૃત્વ, નવીનતા અને સમાવિષ્ટ વિકાસના પ્રતીક તરીકે પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, આજે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે, તેમણે નોંધ્યું હતું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી છે, જે સારી રીતે ઓળખાય છે.ગુજરાતના ગાંધીનગરમાં RE-INVEST 2024ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
September 16th, 11:30 am
વિશ્વના ઘણા દેશોમાંથી આવેલા તમામ મિત્રોને હું આવકારું છું અને અભિનંદન આપું છું. આ RE-Invest કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી ત્રણ દિવસમાં ઊર્જાના ભવિષ્ય, ટેકનોલોજી અને નીતિઓ પર ગંભીર ચર્ચા થશે. અમારા તમામ વરિષ્ઠ મુખ્યમંત્રીઓ પણ અહીં અમારી વચ્ચે છે. તેમની પાસે આ ક્ષેત્રનો ઘણો અનુભવ પણ છે, આ ચર્ચાઓમાં અમે તેમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મેળવવાના છીએ. આ પરિષદમાંથી આપણે એકબીજા પાસેથી જે શીખીએ છીએ તે સમગ્ર માનવતાના ભલા માટે ઉપયોગી થશે. મારી શુભકામનાઓ આપ સૌ સાથે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું
September 16th, 11:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કર્યું. 3-દિવસીય સમિટ ભારતની 200 ગીગાવોટની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાની નોંધપાત્ર સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રી મોદીએ સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ પાસેથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરતા પ્રદર્શનનું અવલોકન પણ કર્યું.