ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.ગુજરાતનાં ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર સંમલેન માટે 13મી સીઓપીનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપા
February 17th, 01:37 pm
મને તમારા બધાનું 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં સ્વાગત કરવાની ખુશી છે. આ 13મી કોન્ફરન્સ યાયાવર પ્રજાતિઓનાં સંરક્ષણ પર કેન્દ્રીત છે. કોન્ફરન્સ મહાત્મા ગાંધીની ભૂમિ ગાંધીનગરમાં યોજાઈ રહી છે.પ્રધાનમંત્રીએ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો શુભારંભ કરાવ્યો
February 17th, 12:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે
May 12th, 10:20 am
PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી
April 30th, 11:32 am
આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી.