2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
July 27th, 11:30 am
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 15th, 12:38 pm
જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું
February 15th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.