'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી
October 26th, 11:30 am
આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.