22મા આસિયાન-ભારત શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણી

October 26th, 02:20 pm

હું આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ભારતના 'રાષ્ટ્ર સંયોજક' તરીકે કાર્યક્ષમ રીતે સેવા આપવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસનો આભાર માનું છું. અને હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું.

કુઆલાલંપુરમાં 22મા આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી

October 26th, 02:06 pm

22મું આસિયાન-ભારત સમિટ 26 ઓક્ટોબર 2025 ના રોજ યોજાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી અને આસિયાન નેતાઓએ સંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પહેલોની ચર્ચા કરી. ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ 12મી ભાગીદારી હતી.

પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને તેમને ASEAN અધ્યક્ષ પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા

October 23rd, 10:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે ઉષ્માભરી અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી.

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રીને મળ્યા

July 07th, 05:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ અનવર બિન ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી.