પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

December 01st, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ચક્રવાત દિટવાહને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

November 28th, 03:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત દિટવાહને કારણે થયેલા વિનાશમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, આરામ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયા સખત નિંદા કરે છે.

April 24th, 03:29 pm

૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેના કારણે વિશ્વના નેતાઓમાં એકતાની મજબૂત લહેર ફેલાઈ છે. વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે ભારત આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પૃથ્વીના છેડા સુધી પીછો કરશે.

પ્રધાનમંત્રીએ ભારત દ્વારા સહાયતા પ્રાપ્ત રેલ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

April 06th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે અનુરાધાપુરામાં ભારતીય સહાયથી બનેલા બે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોન્ચિંગ સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

April 06th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

April 05th, 05:54 pm

પ્રધાનમંત્રીએ આજે કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકા સાથે ફળદાયક બેઠક યોજી હતી. વાતચીત અગાઉ પ્રધાનમંત્રીનું ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2024માં રાષ્ટ્રપતિ દિસાનાયકે પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા છે.

પરિણામોની યાદીઃ પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત

April 05th, 01:45 pm

પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે વીજળીની આયાત/નિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેક્શનના અમલીકરણ માટે સમજૂતી કરાર (MoU)

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય

April 05th, 11:30 am

આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.

PM Modi arrives in Sri Lanka

April 04th, 10:06 pm

Prime Minister Narendra Modi arrived in Colombo, Sri Lanka. During his visit, the PM will take part in various programmes. He will meet President Anura Kumara Dissanayake.

ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન

December 16th, 03:26 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

December 16th, 01:00 pm

આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!

પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

September 23rd, 12:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.