પ્રધાનમંત્રીએ ગોવામાં આયર્નમેન 70.3 જેવી ઇવેન્ટ્સમાં યુવાનોની વધતી ભાગીદારીનું સ્વાગત કર્યું

November 09th, 10:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગોવામાં આયોજિત આયર્નમેન 70.3 જેવી ઇવેન્ટ્સમાં યુવાનોની વધતી ભાગીદારીનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આવી ઇવેન્ટ્સ ફિટઇન્ડિયા ચળવળમાં ફાળો આપે છે. શ્રી મોદીએ કહ્યું, ભાગ લેનારા બધાને અભિનંદન. મને ખુશી છે કે પાર્ટીના અમારા બે યુવા સભ્યો, અન્નામલાઈ અને તેજસ્વી સૂર્યા, આયર્નમેન ટ્રાયથલોન સફળતાપૂર્વક પૂર્ણ કરનારાઓમાં સામેલ છે.