પ્રધાનમંત્રીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી

March 11th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેમ્પલમુસિસના સર શિવસાગર રામગુલામ બોટેનિક ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના કાયમી વારસાને યાદ કર્યો.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિંદ કુમાર જુગનૌથને સર અનીરૂદ જુગનૌથ માટે સાંત્વના આપવા ટેલિફોનિક સંવાદ કર્યો

June 04th, 06:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિંદ કુમાર જુગનૌથ સાથે તેમના પિતા સર અનીરુદ જુગનૌથના નિધન અંગે સાંત્વના આપવા ટેલિફોન પર વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ પદ્મ વિભૂષણ સર અનિરુધ જુગનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 03rd, 11:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર અનિરુધ જુગનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.