ભારત - ક્રોએશિયાના નેતાઓનું નિવેદન
June 19th, 06:06 pm
ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર, ભારતીય પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2025નાં રોજ ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની વધતી ગતિને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી ક્રોએશિયા પ્રજાસત્તાકના PMને મળ્યા
June 18th, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઝાગ્રેબમાં ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેનકોવિકને મળ્યા હતા. આ યાત્રા ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી અને તેથી ભારત-ક્રોએશિયા સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના હતી. ઐતિહાસિક બાંસ્કી ડ્વોરી પેલેસ ખાતે પ્રધાનમંત્રીનું આગમન થતાં, પ્રધાનમંત્રી પ્લેનકોવિકે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પહેલાં ઝાગ્રેબ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી પ્લેનકોવિકે શ્રી નરેન્દ્ર મોદીનું વિશેષ અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ક્રોએશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રેસ નિવેદન
June 18th, 09:56 pm
ઝાગ્રેબની આ ઐતિહાસિક અને સુંદર ભૂમિ પર મારું ઉત્સાહ, ઉષ્મા અને સ્નેહ સાથે સ્વાગત કરવા બદલ હું પ્રધાનમંત્રી અને ક્રોએશિયા સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.વડાપ્રધાન મોદી ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા
June 18th, 05:38 pm
વડાપ્રધાન મોદી ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા. કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ક્રોએશિયાની આ પહેલી મુલાકાત છે. એક ખાસ સંકેત તરીકે, વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર પીએમ એન્ડ્રેજ પ્લેનકોવિક દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
June 15th, 07:00 am
આજે, હું સાયપ્રસ પ્રજાસત્તાક, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યો છું.વડાપ્રધાન મોદી ૧૫ થી ૧૯ જૂન દરમિયાન સાયપ્રસ પ્રજાસત્તાક, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે
June 14th, 11:58 am
વડાપ્રધાન મોદી ૧૫-૧૬ જૂને સાયપ્રસ, ૧૬-૧૭ જૂને G-૭ સમિટ માટે કેનેડા અને ૧૮ જૂને ક્રોએશિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કરશે. બાદમાં કેનેડામાં, G7 સમિટમાં, પીએમ મોદી G-૭ દેશોના નેતાઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે. ક્રોએશિયામાં, પીએમ મોદી પીએમ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયન રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને મળશે.