પ્રધાનમંત્રીએ કવિ અને વિચારક એન્ડે શ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 10th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ અને વિચારક એન્ડે શ્રીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે એન્ડે શ્રીના નિધનથી આપણા સાંસ્કૃતિક અને બૌદ્ધિક ક્ષેત્રમાં ઊંડો શૂન્યાવકાશ છવાઈ ગયો છે. શ્રી મોદીએ કહ્યું, તેમના વિચારો તેલંગાણાના આત્માને પ્રતિબિંબિત કરતા હતા. એક પ્રબળ કવિ અને વિચારક તરીકે, તેઓ લોકોના સંઘર્ષ, આકાંક્ષાઓ અને અમર ભાવનાને વ્યક્ત કરતા હતા. તેમના શબ્દોમાં હૃદયને સ્પર્શવા, લોકોને એક કરવાની અને સમાજના સામૂહિક હૃદયના ધબકારાને આકાર આપવાની શક્તિ હતી. તેમણે જે રીતે સામાજિક ચેતનાને કાવ્યાત્મક સુંદરતા સાથે મિશ્રિત કરી હતી તે નોંધપાત્ર હતું.