મધ્યપ્રદેશના આનંદપુર ધામમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 03:37 pm
સ્વામી વિચાર પૂર્ણ આનંદજી મહારાજજી, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી મોહન યાદવ, મારા કેબિનેટ સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સાંસદ વી.ડી. શર્માજી, સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલજી, મંચ પર હાજર અન્ય મહાનુભાવો, અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દિલ્હી, હરિયાણા, પંજાબ અને સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે. હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના આનંદપુર ધામમાં જનમેદનીને સંબોધન કર્યું
April 11th, 03:26 pm
ભારતનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ આજે મધ્યપ્રદેશમાં અશોકનગર જિલ્લામાં ઇસાગઢ તાલુકાના આનંદપુર ધામની મુલાકાત લીધી હતી. તેમણે ગુરુજી મહારાજ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી અને આનંદપુર ધામ ખાતેના મંદિર સંકુલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું, જેમણે દિલ્હી, હરિયાણા, પંજાબ અને દેશભરમાંથી પ્રવાસ કર્યો હતો. તેમણે શ્રી આનંદપુર ધામની મુલાકાત લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગુરુજી મહારાજના મંદિરમાં પૂજા અર્ચનાનો પોતાનો અનુભવ વહેંચ્યો હતો, જેણે તેમના હૃદયને આનંદથી ભરી દીધું હતું.પ્રધાનમંત્રી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે
April 09th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીનો પ્રવાસ ખેડશે અને સવારે 11 વાગ્યે તેઓ રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.