પ્રધાનમંત્રીએ શ્રી અમિતાભ કાંતના ભારતના G20 પ્રમુખપદ અને સમિટ વિશેના પુસ્તક માટે પ્રશંસા કરી
January 21st, 03:44 pm
શ્રી અમિતાભ કાંત દ્વારા ભારતના G20 પ્રમુખપદ અને સમિટ, 2023 વિશે પુસ્તક લખવાના પ્રયાસોને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે તેમણે એક સારા ગ્રહની શોધમાં માનવ-કેન્દ્રિત વિકાસને આગળ વધારવાના ભારતના પ્રયાસો પર એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો છે.વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા
October 09th, 02:26 pm
વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.