પ્રધાનમંત્રીએ પ્રખ્યાત રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 21st, 01:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત રેડિયો ઉદ્ઘોષક, અમીન સયાનીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમીન સયાનીજીએ ભારતીય પ્રસારણમાં ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમના કામ દ્વારા તેમના શ્રોતાઓ સાથે ખૂબ જ વિશિષ્ટ બંધન કેળવ્યું હતું.