ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.આંધ્રપ્રદેશના અમરાવતીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 02nd, 03:45 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર જી, મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી ચંદ્રાબાબુ નાયડુ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી ઉર્જાવાન પવન કલ્યાણ જી, રાજ્ય સરકારના મંત્રીઓ, બધા સાંસદો અને ધારાસભ્યો, અને આંધ્રપ્રદેશના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
May 02nd, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કર્યું કે તેઓ અમરાવતીની પવિત્ર ભૂમિ પર ઉભા રહીને માત્ર એક શહેર જ નહીં પરંતુ એક સ્વપ્ન સાકાર થતું જુએ છે - એક નવી અમરાવતી, એક નવી આંધ્ર. અમરાવતી એક એવી ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે, તેના બૌદ્ધ વારસાની શાંતિ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાની ઉર્જા બંનેને સ્વીકારે છે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું કે આજે, પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ્સ ફક્ત કોંક્રિટ માળખાઓ વિશે નથી પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકાસ માટેના ભારતના દ્રષ્ટિકોણનો મજબૂત પાયો છે. પ્રધાનમંત્રી મોદીએ ભગવાન વીરભદ્ર, ભગવાન અમરાલિંગેશ્વર અને તિરુપતિ બાલાજીને પ્રાર્થના કરીને આંધ્રપ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
April 30th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે.કેબિનેટે રૂ. 6,798 કરોડનાં અંદાજિત ખર્ચ સાથેનાં બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલ આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પાંચ વર્ષમાં પૂર્ણ થશે
October 24th, 03:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.PM in Andhra Pradesh on Vijaya Dashami
October 22nd, 10:37 pm
Urban development should be taken up as an opportunity not as a challenge: PM at foundation ceremony of 'Amravati' in Andhra Pradesh
October 22nd, 04:09 pm
PM lays foundation stone of Amaravati
October 22nd, 03:05 pm