કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને મંજૂરી આપી

June 10th, 01:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) સાથે 6.032 કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.

કેબિનેટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી

February 24th, 03:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને મંજૂરી આપી અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થવાનું આયોજન છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

September 16th, 02:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. યાત્રા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી.