ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 25th, 11:10 am

પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વની ભૂમિ આજે એક નવા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહી છે. એડવાન્ટેજ આસામ એ સમગ્ર વિશ્વને આસામની સંભાવના અને પ્રગતિ સાથે જોડવાનું એક મહા અભિયાન છે. ઇતિહાસ સાક્ષી છે કે અગાઉ પણ ભારતની સમૃદ્ધિમાં પૂર્વીય ભારતની મુખ્ય ભૂમિકા હતી. આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર પૂર્વી ભારત, આપણું ઉત્તર પૂર્વ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. હું એડવાન્ટેજ આસામને આ ભાવનાના પ્રતિબિંબ તરીકે જોઉં છું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું આસામ સરકાર અને હિમંતજીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મને યાદ છે કે 2013માં જ્યારે હું ચૂંટણી પ્રચાર માટે આસામનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે એક સભામાં મારા મગજમાંથી એક શબ્દ નીકળ્યો અને મેં કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મૂળાક્ષરો વાંચવાનું શરૂ કરશે અને આસામ માટે A કહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 25th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.