ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 29th, 05:32 pm
આ સત્રની શરૂઆતમાં, જ્યારે હું મીડિયા સાથીદારો સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મેં બધા માનનીય સાંસદોને અપીલ કરતી વખતે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો. મેં કહ્યું હતું કે આ સત્ર ભારતના વિજયોત્સવનું સત્ર છે. સંસદનું આ સત્ર ભારતનું ગૌરવ ગાવાનું સત્ર છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા દરમિયાન લોકસભાને સંબોધિત કરી
July 29th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક 'ઓપરેશન સિંદૂર' પર વિશેષ ચર્ચા દરમિયાન સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ સત્રની શરૂઆતમાં મીડિયા સમુદાય સાથેની તેમની વાતચીતને યાદ કરતા કહ્યું કે તેમણે સત્રને ભારતની જીતની ઉજવણી અને ભારતના ગૌરવને શ્રદ્ધાંજલિ તરીકે વર્ણવીને તમામ માનનીય સંસદ સભ્યોને અપીલ કરી હતી.