ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 08:30 pm
તમે બધા રાઇઝિંગ ઇન્ડિયાની ચર્ચા કરી રહ્યા છો. અને આમાં, તમારો ભાર સામર્થ્ય પર છે - સરળ શબ્દોમાં કહીએ તો તમારું ધ્યાન દેશની પોતાની શક્તિ પર છે. અને આપણા શાસ્ત્રોમાં, એવું કહેવામાં આવ્યું છે - तत् त्वम असि! એટલે કે, આપણે જે બ્રહ્મ શોધી રહ્યા છીએ તે આપણે પોતે છીએ; તે આપણી અંદર છે. આપણે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને આજે દેશ આ શક્તિને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધિત કર્યું
February 27th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.
February 22nd, 11:30 am
આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 06:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો
January 28th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો અને રોકાણકારોનું સ્વાગત કર્યું હતું અને નોંધ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગનો આગામી યુગ આકાંક્ષાઓથી ભરેલો છે અને ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાયલોટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી અને એરક્રાફ્ટ લીઝિંગમાં ભારત જે વિશાળ તકો રજૂ કરે છે તેના પર પ્રકાશ પાડ્યો અને તમામ હિતધારકો માટે વિંગ્સ ઈન્ડિયા સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.LDF and UDF have pushed Kerala into corruption, misgovernance and appeasement politics: PM Modi in Thiruvananthapuram
January 23rd, 11:47 am
Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.Huge crowd turns up as PM Modi addresses rally in Thiruvananthapuram, Kerala
January 23rd, 11:43 am
Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.પશ્ચિમ બંગાળના માલદાથી વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ્સના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 17th, 02:00 pm
આજે, માલદાથી પશ્ચિમ બંગાળની પ્રગતિને વેગ આપવાના અભિયાનને વધુ ગતિ મળી છે. થોડી વાર પહેલા, પશ્ચિમ બંગાળના વિકાસ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અથવા તો તેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળને નવી રેલ સેવાઓની ભેટ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ અહીંના લોકો માટે મુસાફરી સરળ બનાવશે અને વેપાર તથા વ્યવસાયને પણ સરળ બનાવશે. ટ્રેન મેન્ટેનન્સ માટે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડથી વધુના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
January 17th, 01:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવાનો અને વિકાસને વેગ આપવાનો છે. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે આજે માલદાથી પશ્ચિમ બંગાળની પ્રગતિને વેગ આપવાના અભિયાનને વધુ ગતિ મળી છે. તેમણે હાઈલાઈટ કર્યું કે પશ્ચિમ બંગાળના વિકાસ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું હમણાં જ ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ માટે નવી રેલ સેવાઓ શરૂ કરવામાં આવી છે, અને નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ લોકો માટે મુસાફરી સરળ બનાવશે અને વેપાર-વાણિજ્યને પણ પ્રોત્સાહન આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અહીં સ્થાપિત નવી ટ્રેન મેન્ટેનન્સ સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
December 28th, 09:32 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે દિલ્હીમાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સ 26 થી 28 ડિસેમ્બર, 2025 દરમિયાન દિલ્હીના પૂસા ખાતે યોજાઈ હતી.પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે
November 25th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ ખાતે સ્થિત સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા (SAESI) સુવિધાનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
September 12th, 02:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.For the benefits of central schemes to reach Bengal, a BJP government is essential: PM Modi in Kolkata
August 22nd, 06:00 pm
PM Modi addressed an overflowing crowd gathered at a public meeting in Kolkata where he declared that Bengal’s rise is essential for India’s rise. He firmly reassured, “The BJP government at the Centre has continuously supported Bengal’s growth. From highways to railways, Bengal has received three times more funds than under UPA. But the biggest challenge is that funds sent from Delhi are looted by the state government and not spent on people’s welfare. Instead, they are siphoned off to TMC cadres,” he said.PM Modi’s Kolkata rally: Call for a Viksit Bangla, real ‘poriborton’ and end of TMC’s misrule!
August 22nd, 05:57 pm
PM Modi addressed an overflowing crowd gathered at a public meeting in Kolkata where he declared that Bengal’s rise is essential for India’s rise. He firmly reassured, “The BJP government at the Centre has continuously supported Bengal’s growth. From highways to railways, Bengal has received three times more funds than under UPA. But the biggest challenge is that funds sent from Delhi are looted by the state government and not spent on people’s welfare. Instead, they are siphoned off to TMC cadres,” he said.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.બેંગલુરુ, કર્ણાટકમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 10th, 01:30 pm
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રના મારા સાથી મનોહર લાલ ખટ્ટરજી, એચડી કુમારસ્વામી જી, અશ્વિની વૈષ્ણવ જી, વી સોમન્ના જી, સુશ્રી શોભાજી, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારજી, કર્ણાટક સરકારના મંત્રી બી સુરેશ જી, સાંસદ અશ્ર્વાસીજી, સાંસદ આર. ડૉ. મંજુનાથજી, ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાજી અને કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરુમાં આશરે રૂ. 22,800 કરોડના મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
August 10th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેંગલુરુમાં લગભગ રૂ. 7,160 કરોડની બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું અને રૂ. 15,610 કરોડથી વધુની કિંમતના બેંગલુરુ મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે ટિપ્પણી કરી હતી કે કર્ણાટકની ભૂમિ પર પગ મૂકતાં જ તેમને પોતાનુંપણું અનુભવાયું. કર્ણાટકની સંસ્કૃતિની સમૃદ્ધિ, તેના લોકોનો સ્નેહ અને હૃદયને ઊંડે સ્પર્શતી કન્નડ ભાષાની મીઠાશ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ બેંગલુરુના પ્રમુખ દેવી, અન્નામ્મા થાયીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. સદીઓ પહેલા નાદપ્રભુ કેમ્પેગૌડાએ બેંગલુરુ શહેરનો પાયો નાખ્યો હતો તે યાદ કરતાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેમ્પેગૌડાએ પરંપરામાં મૂળ ધરાવતા શહેરની કલ્પના કરી હતી અને સાથે સાથે પ્રગતિની નવી ઊંચાઈઓ પણ હાંસલ કરી હતી. બેંગલુરુ હંમેશા તે ભાવનાને જીવ્યું છે અને તેને સાચવ્યું છે અને આજે, બેંગલુરુ તે સ્વપ્નને સાકાર કરી રહ્યું છે, પ્રધાનમંત્રીએ જણાવ્યું.નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 09:20 am
મારા કેબિનેટમાં સાથી શિવરાજ સિંહ ચૌહાણજી, એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. સૌમ્ય સ્વામીનાથનજી, નીતિ આયોગના સભ્ય ડૉ. રમેશચંદજી, હું જોઉં છું કે સ્વામીનાથનજીના પરિવારના દરેક વ્યક્તિ પણ અહીં હાજર છે, હું તેમને પણ નમન કરું છું. સૌ વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું
August 07th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ICAR પુસા ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું. પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવ્યા જેમના યોગદાન કોઈપણ યુગને પાર કરે છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથન એક મહાન વૈજ્ઞાનિક હતા. જેમણે વિજ્ઞાનને જાહેર સેવાના માધ્યમમાં પરિવર્તિત કર્યું હતું. શ્રી મોદીએ ભાર મૂક્યો કે પ્રોફેસર સ્વામીનાથને રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથને એક એવી ચેતના જાગૃત કરી જે આવનારી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે. તેમણે સ્વામીનાથન જન્મ શતાબ્દી ઉજવણી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.