ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 12th, 04:34 pm
64 દેશોના 300થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે હું ભારતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં: પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે, અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું અવલોકન કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 5મી સદીમાં, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેઓ સૌપ્રથમ એવું પણ કહેતા હતા કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પરના 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધન કર્યુ
August 12th, 04:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વિડિઓ સંદેશ દ્વારા ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 64 દેશોના 300થી વધુ સહભાગીઓ સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો, અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે તેમનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતમાં, પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે, શ્રી મોદીએ કહ્યું હતું. તેમણે આર્યભટ્ટનું ઉદાહરણ આપ્યું, જેમણે 5મી સદીમાં શૂન્યની શોધ કરી હતી અને પૃથ્વી તેની ધરી પર ફરે છે તેવું સૌપ્રથમ કહ્યું હતું. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો! પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું.