શેર
 
Comments
"The courtesy meet focused on various possibilities and opportunities to develop more comprehensive ties between Australia and Gujarat "

ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે સંબંધો વધુ વ્યાપક ફલક ઉપર વિકસાવવાની તત્પરતા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના ડેપ્યુટી પ્રિમીયર અને સ્ટેટ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રકચર તથા પ્લાનિંગના મિનીસ્ટર શ્રીયુત જેફ સીની એ (Mr. Jeff Seeney) એ ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસી રહેલા સંબંધોમાં વિશેષ કરીને કવીન્સલેન્ડ અને ગુજરાત વચ્ચે વિકાસની પરસ્પર સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. શ્રીયુત જેફ સીની સાથે ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલ જનરલ શ્રીયુત માર્ક પિઅર્સ સહિત અન્ય પદાધિકારીઓ તથા શ્રી ગૌતમ અદાણી, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા અને અધિક મુખ્ય સચિવશ્રી એમ. શાહુ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

વિશ્વના અર્થતંત્રના પરિવર્તનશીલ પ્રવાહોના સંદર્ભમાં નીતિઓ અને આર્થિક સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા સહિતના વ્યાપક ફલક ઉપર આ બેઠકમાં પ્રાથમિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આર્થિક વિકાસની ગતિશીલતા અને સાતત્ય સાથે કવીન્સલેન્ડ અને ગુજરાત વચ્ચે જે નવાં ક્ષેત્રોમાં સહભાગીતાની સંભાવના છે તે સંદર્ભમાં પણ બંને મહાનુભાવોએ પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ મેળવતા ગુજરાતી વિદ્યાર્થીઓ અને વ્યવસાય અર્થે સ્થાયી થયેલા ગુજરાતીઓની જાણકારી આપી જણાવ્યું કે આગામી તા. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના દિવસોએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ તથા ર૦૧પમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે તેમાં ઓસ્ટ્રેલિયા સરકાર અને બિઝનેસ ડેલીગેશન ભાગ લે તેવું ભાવભર્યું આમંત્રણ છે. ગુજરાત બિઝનેસ ડેલીગેશનની ઓસ્ટ્રેલિયન પ્રવાસની ફલશ્રુતિ પણ તેમણ આપી હતી

 

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India

Media Coverage

Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2021
May 09, 2021
શેર
 
Comments

Modi Govt. taking forward the commitment to transform India-EU relationship for global good

Netizens highlighted the positive impact of Modi Govt’s policies on Ground Level