શેર
 
Comments

મોતીલાલ ઓસવાલ ગ્રુપનું ઇન્ડસ્ટ્રીઝ-ફાઇનાન્સ કંપનીઓનું ડેલીગેશન ગુજરાતના વિકાસ અને સુશાસનથી અત્યંત પ્રભાવિત

ટીમ ગુજરાતની સફળતા દેશની સાંપ્રત સમસ્યાઓની નિરાશાજનક સ્થિતિ જરૂર બદલી શકાય - "ગુજરાત તેનો ઉકેલ છે'' – મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે મલ્ટીનેશનલ ફાઇનાન્સીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેકટરના વિવિધ પદાધિકારીઓએ ગુજરાત સરકારના સુશાસન અને વિકાસની વિશિષ્ઠ કાર્યસિધ્ધિઓ ઉપરાંત દેશ સમક્ષની પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ માટેની ભૂમિકાના સંદર્ભમાં એક કલાક સુધી વ્યાપક ફલક ઉપર સંવાદ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસ ક્ષેત્રે ગણમાન્ય મોતીલાલ ઓસવાલ સિકયોરિટીઝ દ્વારા યોજાનારી સાતમી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના અનુસંધાને મોતીલાલ ઓસવાલ ગ્રુપ આયોજિત દેશ-વિદેશના ર૪ જેટલા ફાઇનાન્સીયલ સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટ સેકટરની કંપનીઓના વરિષ્ઠ એકઝીકયુટીવ ડેલીગેટ ગુજરાતની મૂલાકાતે આવેલા છે. આજે તેમની સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ, જીઆઇડીસી દ્વારા અને ઇન્ડેક્ષ્ટ બી દ્વારા ઔઘોગિક વિકાસનો સફળ વ્યૂહ, ગુજરાતમાં માળખાકીય વિકાસ સુવિધાઓના આધુનિકત્તમ વિઝન માટે ગુજરાત ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની સિધ્ધિઓ અને આયોજન, ગુજરાતમાં ઊર્જા-સુધારાની અપ્રતિમ સફળતા તેમજ "ગિફટ સિટી' અંગેના પ્રેઝન્ટેશનો પ્રસ્તુત થયા હતા, જેનું નિદર્શન નિહાળીને ડેલીગેશને ગુજરાત સરકારની નીતિઓ અને ગતિશીલ અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દેશની સાંપ્રત સમસ્યાઓના સંદર્ભમાં થયેલી પ્રશ્નોતરી દરમિયાન જણાવ્યું હતું કે દેશની નિરાશાજનક સ્થિતિ બદલી શકાય છે અને એનો માર્ગ ગુજરાતે બતાવ્યો છે. "ગુજરાત ઇઝ ધ સોલ્યુશન'' એમ તેમણે જણાવ્યું હતું "ટીમ ગુજરાત'' દ્વારા દેશને વિકાસ અને જનસેવાનું સુશાસન કેવું હોય તેની પ્રતીતિ કરાવી છે. આ દેશની માનવશકિત અને સમાજમાં સારૂં કામ કરવાનું સામર્થ્ય છે જ, તેને પ્રેરિત કરવાની જરૂર છે. ગુજરાતે આજે વિકાસના નવા પેરામીટર્સ પ્રસ્થાપિત કર્યા છે અને જેઓ ગુજરાત પ્રત્યે પ્રેમ ધરાવે છે તે, ગુજરાતના વિકાસની તુલનાત્મક પ્રસંશા કરે છે. પરંતુ, ગુજરાત જેને નથી ગમતું તેઓ પણ પોતાના વિકાસની સરખામણી માટે ગુજરાતની પ્રગતિને કેન્દ્રસ્થાને રાખે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગ્રામ અર્થતંત્રની ઉપેક્ષા અને ઉદાસિનતા દૂર થવી જોઇએ અને ગુજરાત સરકારે, કૃષિ અને પશુપાલન આધારિત ગ્રામીણ અર્થતંત્રમાં નવો પ્રાણ પૂર્યો છે તેની સફળ સિધ્ધિઓ વર્ણવીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન મંગલમ્‍ યોજના, સમગ્ર દેશમાં મહિલા સશકિતકરણ અને આર્થિક પ્રવૃતિમાં ગ્રામ અર્થતંત્રની નવી શકિત બનશે તેની રૂપરેખા પણ આપી હતી.

ભારત જેવા સૌથી યુવા દેશની ૬પ ટકા યુવાશકિતના કૌશલ્ય નિર્માણ માટે, SKILL ડેવલપમેન્ટ માટે ગુજરાતે ટેકનીકલ કૌશલ્ય વિકાસ ઉપરાંત ITI ના કોર્સને ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સમકક્ષ ગણવાના લીધેલા ક્રાંતિકારી નિર્ણયના અમલ અને ગ્રામીણ ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી માનવીને જે ૯૭૬ જેટલી સેવા-પ્રવૃત્તિઓમાં કૌશલ્ય વર્ધનની તાલીમની સુવિધા ઉપલબ્ધ થાય તે આર્થિક પ્રવૃત્તિ-આજિવિકાનું વિશાળ ફલક ગુજરાત ઉભૂં કરી રહ્યું છે તેની રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ સંવાદમાં ગુજરાતે ભ્રષ્ટાચાર ડામવા માટેના અપનાવેલા ઉપાયોની સફળતા અને પારદર્શી નીતિઓના પરિણામે શાસનમાં જનતાના વિશ્વાસ અને સમર્થન સહિતના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત કર્યું હતું અને મોતીલાલ ઓસવાલે આ સંવાદ અને ગુજરાતના વિકાસની ભૂમિકા તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India records highest salary increase of 10.6% in 2022 across world: Study

Media Coverage

India records highest salary increase of 10.6% in 2022 across world: Study
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM urges people to take part in exciting competitions on Cheetahs
September 27, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has urged people to take part in three exciting contests on Cheetahs available on MyGov website.

The Prime Minister tweeted;

"While we eagerly await seeing the Cheetahs, here are three exciting contests on MyGov in which I urge you to take part…