શેર
 
Comments
"Gujarat Chief Minister Mr. Narendra Modi calls upon the nationalized banks to adopt inclusive development model and fulfill responsibility of matching their acts with Gujarat’s pace of development"
"Reasons for the bank’s low rate credit-deposit ratio for the state of Gujarat is not acceptable"
"CM Mr. Modi to SLBC: Banking Services aimed at neo-middle class, commoners, farmers, youths and women be made easily available to them by adopting role-model of banking services"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું રાષ્ટ્રીયકૃત બેન્કોને પ્રેરક આહ્વાન

ગુજરાત સ્ટેાટ લેવલ બેન્કીર્સ કમિટીની બેઠક સંપન્ન

બેન્કીંગ સેવાઓમાં માનવીય અભિગમ સાથે ગુણાત્મક પરિવર્તન લાવીએ

ગુજરાતમાં બેન્કોના ક્રેડિટ-ડિપોઝીટ રેશિયોના નીચા દર માટેના કારણો સ્વીકાર્ય બને એવા નથી...

નવોદિત મધ્યમવર્ગ, ગરીબ અને સામાન્ય માનવી, કિસાનો, યુવાનો, મહિલાઓના લક્ષિત લાભાર્થીને સરળતાથી બેન્કીંગ સેવાઓ મળી રહેવી જોઇએ

ગુજરાતમાં વિકાસની નવી ઉંચાઇ સાથે તાલ મિલાવવા બેન્કો પોતાનું દાયિત્વ નિભાવે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશની રાષ્ટ્રીનયકૃત બેન્કોને 'સર્વસમાવેશક વિકાસ'નું બેન્કીંગ સેકટરનું પ્લાન-મોડેલ અપનાવવાની હિમાયત કરી છે. બેન્કીંગ બિઝનેસ અને બેન્કીંગ સેવાઓમાં 'ઇન્કંલુઝીવ ગ્રોથ'ના રોડ-મેપ માટે નવા આયામો અને પહેલની અપેક્ષાની પૂર્તિ માટે બેન્કો પ્રો-એકટીવ બને એ સમયની માંગ છે, એમ તેમણે ગુજરાતની સ્ટેટ લેવલ બેન્ક્ર્સ કમિટીની બેઠકમાં જણાવ્યું હતું.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ૧૩૮મી ગુજરાત સ્ટેંટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની બેઠક આજે મળી હતી જેમાં મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની ભૂમિકા સાથે સામાન્ય માનવી, ગરીબો, કિસાનો, યુવાનો, મહિલાઓ અને નવોદિત મધ્યમવર્ગને માનવીય અભિગમ સાથે બેન્કીંગ સેવાઓ સરળતમ ધોરણે ઉપલબ્ધ કરવાના પ્રેરક સૂચનો કર્યા હતા.

ગુજરાતની રાષ્ટ્રીકૃત બેન્કો, બેન્કીંગ સેવાઓ ઇન્કેલુઝીવ ગ્રોથ (સર્વસમાવેશક વિકાસ)ને મિશન-મોડ ઉપર મૂકવામાં સમગ્ર દેશને પથદર્શક બની શકે એમ છે તેની પ્રેરણા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સર્વસમાવેશક સર્વદેશીક વિકાસની જે સાર્વત્રિક સિધ્ધિનઓનું વાતાવરણ ઉભૂં કર્યું છે તેમાં બેન્કોસ પોતાનું ઉત્તમ યોગદાન આપી શકે એવી સાનુકુળ અનેકવિધ સંભાવનાઓ છે. બેન્કો ગુજરાતમાં તેની સેવાઓના વ્યાપ-વિસ્તાર સાથે ગુણાત્મક બદલાવ લાવી શકે એમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોનો ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો (CDR) અન્ય‍ રાજ્યોની સરખામણીમાં ઘણો નીચો છે તેના જે કારણો બેન્કો આપે છે તે સ્વીકાર્ય બને એવા નથી એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ અન્ય રાજ્યો સો ટકાથી ઉંચો (CDR) ધરાવે છે, જ્યારે ગુજરાતમાં ૭પ ટકા CDR છે તેના કારણમાં બેન્કો એવું જણાવે છે કે મુંબઇમાં રજિસ્ટાર થયેલા ઉદ્યોગો અને કંપનીઓના બચત-ધિરાણની આમાં ગણતરી થતી નથી. આ દલીલ સ્વીમકારીએ તો એ બાબત વધારે ગંભીર પ્રશ્નાર્થ ખડા કરે છે કે શું ગુજરાતની બેન્કો બાકીના રપ ટકા ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો માટે મુંબઇની ગણીગાંઠી કંપનીઓને માટે સેવારત બની રહી છે?

આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં બેન્કોના ક્રેડિટ-ડિપોઝીટ રેશિયોની પરિભાષા અને માનસિકતા બદલવા અપીલ કરી હતી અને જણાવ્યું કે ઉદ્યોગો-કોર્પોરેટ સેકટરને જેટલી ઝડપથી અને સરળતાથી બેન્કીંગ સેવાઓનો લાભ મળે છે તેવી તત્પોરતાથી માનવીય અભિગમ રાખીને સામાન્ય માનવીને અને લક્ષિત લાભાર્થીઓને મળે તેવું વિશ્વસનીય વાતાવરણ ઉભૂં કરવું જોઇએ.

રાષ્ટ્રીયકૃત બેન્કો તેમની બેન્કીંગ સેવાના કાનૂન-નિયમોની પરિસીમાના પરંપરાગત દાયરામાંથી બહાર આવીને નવોદિત મધ્યોમ વર્ગ, ગરીબ અને સામાન્ય જરૂરતમંદ માનવીઓ, યુવાનો, કર્જદાર કિસાનો, શ્રમયોગી સમાજ-કારીગર અને ગ્રામીણ મહિલા સખીમંડળો જેવા લક્ષિત લાભાર્થીઓને બેન્કોના રૂપિયા-પૈસાથી નહીં પણ માનવતાના અભિગમથી મદદરૂપ થવાની વિશ્વસનિયતા ઉભી કરે એવો પ્રેરક અનુરોધ મુખ્યવમંત્રીશ્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓમાં બેન્કીંપગ સેકટરને પોતાનું નિર્ણાયક યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે દેશમાં નવોદિત મધ્યમવર્ગનો સમૂદાયનો ઉદય થઇ ગયો છે, તેમની વિકાસ માટેની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે બેન્કીંગ ક્ષેત્ર પ્રેરક રીતે મદદરૂપ થઇ શકે એવી વિશાળ સંભાવના છે. નવોદિત-મધ્ય‍મવર્ગ ગરીબ વસતિમાંથી બહાર આવેલો છે તેને નવી દિશામાં પ્રગતિના સપના સાકાર કરવા છે. પોતાના પરિવારમાં વડીલોનું સ્વાતસ્ય્ આ , સંતાનોને સારૂ શિક્ષણ અને પોતાની માલિકીના આવાસની ઇચ્છાદ છે આ નવોદિત મધ્યંમવર્ગને બેન્કો્ સામાજિક દાયિત્વથી મદદરૂપ થવાનું પ્રેરક નેતૃત્વ લે એવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારત જેવા વિશ્વના સૌથી યુવા દેશમાં એકબાજુ કરોડો યુવાનોને રોજગારી અવસરો જોઇએ છે, બીજી બાજુ વિશ્વભરમાં ઓબામાથી લઇને ડો. અબ્દુલ કલામ સુધીના સહુ મહાનુભાવો સ્કીલ ડેવલપમેન્ટ માટે હુન્નર-કૌશલ્ય ધરાવતી માનવશકિતની વિશાળ સંપદા ઉપલબ્ધભ કરવાની અગ્રીમતા ઉપર ભાર મૂકી રહયા છે. યુવાનોની શિક્ષા-દીક્ષાની આવશ્ય કતાની પૂર્તિ માટે બેન્કોઅની શૈક્ષણિક લોન લેવા યુવાનો માટે સરળ પ્રક્રિયાથી પ્રેરક થવાનો અભિગમ બેન્કોયએ અપનાવવો જોઇએ. કૃષિક્ષેત્રે ધિરાણ અને કિસાનોને સમયસર મદદરૂપ થવા માટે બેન્કો પોતાની પરંપરાગત માનસિકતામાંથી બહાર આવે તેના પ્રેરક સૂચનો કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા દેશમાં કૃષિક્ષેત્રે કર્જદાર ખેડૂતોની આત્મ હત્યા ગંભીર સમસ્યાશ બની ગઇ છે. દેવામાં ડૂબીને આત્મંહત્યા કરનારા કમનસિબ કિસાનોને શાહુકારના વ્યાજ-ચકકરમાંથી છોડાવવા માટે બેન્કો એ કોઇ મિશન-મોડ ઉપર વિચારણા કરી જ નથી!

કૃષિવિષયક માળખાકીય સુવિધા વિકાસ માટે બેન્કો્એ અગ્રીમતાના ધોરણે કાર્યયોજના તૈયાર કરવી જોઇએ તેવી ભારપૂર્વક હિમાયત કરતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે ભારતમાં ખેતપેદાશોના સંચય-સંગ્રહ માટે વેરહાઉસીંગ, માલ ગોડાઉન અને કોલ્ડ‍ સ્ટોરેજ ચેઇનના માળખાકીય વિકાસને પણ બેન્કીંગ સેવાના પ્રાયોરિટી સેકટરમાં કેમ આવરી ના લેવાય? એનાથી સરવાળે ભારતના અર્થતંત્રને જ તાકાત મળશે.

આધુનિક ખેતીમાં ખેતપેદાશોના મૂલ્યાવર્ધિત બજારો અને નિકાસની વિશાળ સંભાવનાને ધ્યાનમાં લઇને મુખ્ય મંત્રીશ્રીએ એગ્રો પ્રોસેસિંગ ઇન્ડાસ્ટ્રીઝ અને વેલ્યુ એડેડ ઓર્ગેનિક ફાર્મિંગને બેન્કીંખગ સેવાઓમાં પ્રાધાન્ય આપવા સૂચવ્યું હતું.

પ્રાયોરિટી બેન્કીંગ સેવાઓમાં ટુરિઝમ-ઇન્ફ્રા્સ્ટ્રકચર સેકટરનો સમાવેશ કરવાની જરૂર ઉપર મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો. બેન્કો સામાજિક દાયિત્વટની ભૂમિકા નિભાવવા પ્રવાસન ક્ષેત્રે માળખાકીય સુવિધા ઉભી કરીને દેશના પ્રવાસન વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે એમ છે એટલું જ નહીં, પ્રવાસન ક્ષેત્રમાં ઓછા મૂડીરોકાણથી સૌથી વધુ રોજગારી ઉપલબ્ધ થઇ શકે એવા પ્રવાસન ક્ષેત્રને પણ બેન્કીંગ સેવાની અગ્રીમતામાં આવરી લેવાવું જોઇએ.

ગુજરાતમાં બેન્કીંગ સેવાઓમાં ગુણાત્મીક બદલાવ માટે ટેકનોલોજી નેટવર્કનું વ્યાવપક માળખું ઉભૂ થયેલું છે તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકારની યોજના હેઠળ ઓનલાઇન ફાઇનાન્સીયલ ટ્રાન્સે કશનનો સૌથી વધુ ૩૦ ટકા હિસ્સો ગુજરાતનો છે અને ગુજરાતમાં ૧૮૦૦૦ ગામડા બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા ધરાવે છે. બેન્કોએ એનો મહત્તમ લાભ લેવો જોઇએ.

નાણાંમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસમાં મુખ્ય મંત્રીશ્રીના શાસન દરમિયાન જે નવા ક્ષેત્રો પ્રગતિની હરણફાળ ભરી રહયા છે તેમાં બેન્કો‍ની સાર્થક ભૂમિકા નિભાવવા ઉપર ભાર મૂકયો હતો તેમણે જણાવ્યું કે સરકારની અનેકવિધ ગરીબલક્ષી યોજનાઓમાં ગેરન્ટીક છે ત્યાભરે બેન્કો નું દાયિત્વે વ્યાકપકસ્તીરે ઉભૂં થવું જોઇએ. તેમણે ગુજરાતમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રની વિશ્વસનિય અને લોકસ્વીકકૃત સેવાઓના સંદર્ભમાં રાષ્ટ્રી યકૃત બેન્કોંની સેવાઓ વધુ માનવીય અભિગમ સાથે તંદુરસ્તવ સ્પર્ધા કરે એનું સૂચન પણ કર્યું હતું.

SLBCના અધ્યરક્ષ અને ગુજરાતની લીડબેન્કએ દેના બેન્કંના ચેરમેન-મેનેજિંગ ડિરેકટરશ્રી અશ્વનીકુમારે ગુજરાતના વિકાસમાં મુખ્યરમંત્રીશ્રીના સફળ અને પ્રેરક નેતૃત્વથી જે સિધ્ધિઓ મળી છે તેનો આગળ વધારવામાં રાષ્ટ્રીમયકૃત બેન્કોત પોતાની ભૂમિકા નિભાવવા પ્રતિબધ્ધવ છે એમ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું અને ગુજરાતમાં બેન્કીંગ સેવાઓની પ્રગતિની રૂપરેખા આપી હતી.

આ બેઠકમાં રિઝર્વ બેન્ક્ના પ્રાદેશિક નિયામકશ્રી સુદર્શન સેન, નાબાર્ડના ચીફ જનરલ મેનેજરશ્રી એમ. કે. મૂદગલ, ભારત સરકારના નાણા વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી શ્રેયા ગૂણ સહિત ગુજરાતભરની બેન્કો્ના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત બેન્કીંચગ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિીત હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રી યકૃત બેન્કોકને ભારતને શકિતશાળી બનાવવા માટેના સપનામાં સહભાગી થવાનું પ્રેરક આહવાન આપતા જણાવ્યું કે ભારત તેની સ્વાનધિનતાની શતાબ્દી ઉજવે ત્યાગ ભારતનું સામર્થ્યણ અને શકિતના દર્શન દુનિયાને કરાવવા માટે અત્યારથી ભારત વિઝન-ર૦૪૭ની વિચારણા થવી જોઇએ અને બેન્કોએ શકિતશાળી ભારતના નિર્માણમાં પોતાનું પ્રદાન સુનિશ્ચિ‍ત કરવું જોઇએ.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Over 44 crore vaccine doses administered in India so far: Health ministry

Media Coverage

Over 44 crore vaccine doses administered in India so far: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જુલાઈ 2021
July 27, 2021
શેર
 
Comments

PM Narendra Modi lauded India's first-ever fencer in the Olympics CA Bhavani Devi for her commendable performance in Tokyo

PM Modi leads the country with efficient government and effective governance