મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની અભૂતપૂર્વ સફળતાના અનેકવિધ સોપાનો આપતાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા કરવાની સ્પર્ધાનું અદ્ભૂત વાતાવરણ વહીવટીતંત્રે ગુજરાતમાં ઉભુ કર્યુ છે. ૫૦ ગરીબ કલ્યાણ મેળા પૂરા થશે ત્યારે પ્રાથમિક અંદાજે રૂ.૧૫૦૦ કરોડની સહાય ગરીબોને મળશે તે ગણતરીથી વાસ્તવમાં રૂ.૨૬૦૦ કરોડની સહાય ઉપર પહોંચી ગઇ છે અને ૫૦ લાખ ગરીબ કુટુંબોને આર્થિક તાકાત આપશે.

આ ગરીબ કલ્યાણ મેળો ૬૦ વર્ષોથી ચાલતા ગરીબનું લોહી પીનારા માનવ જંતુઓના રોગચાળાની અકસીર દવા છે અને ૫૦ ગરીબ કલ્યાણ મેળા પછી તેના ઉપર પૂર્ણવિરામ મૂકાઇ જવાનું નથી. નવા નાણાંકીય બજેટ પછી પણ ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન આગળ વધશે એવો નિર્દેશ તેમણેે આપ્યો હતો.

ગરીબોને આર્થિક તાકાત આપતો નવસારી જિલ્લાનો બીજો ગરીબ કલ્યાણ મેળો આજે ચીખલીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ચીખલી અને વાંસદા તાલુકાના મળીને ૩૧૧૯૨ લાભાર્થીઓને રૂ.૬૫.૬૮ કરોડના સાધન-સહાયનું મુખ્ય મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે સીધેસીધુ વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં બંને સેવા યજ્ઞમાં મળીને પાંચ તાલુકાના ૬૦૬૧૫ ગરીબ લાભાર્થીઓને તેમના હકકના કુલ રૂ.૧૩૭.૬૮ કરોડની આર્થિક શકિત પ્રાપ્ત થઇ છે.

આટલી બધી પારદર્શિતા સાથે ગરીબને તેના હકકનું પૂરેપૂરૂ મળે, સામે ચાલીને વહીવટીતંત્ર પહોંચાડે અને સારી ગુણવત્તાના સાધનો મળે તેવું આ ગરીબોની સેવાનું અભિયાન હિન્દુસ્તાનની કોઇ સરકારે વિચાર્યુ પણ નથી એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના અભિયાન દ્વારા ગરીબની સેવા, મારે મન કુંભમેળાના પુણ્ય કરતા અનેકગણું વધારે છે અને આજ સાચા અર્થમાં ગરીબી સામે લડવાનો રસ્તો પણ છે. સાર્વત્રિક નિરાશાના વાતાવરણમાં આશાદીપ પ્રગટાવીને ગરીબના જીવનમાં બદલાવ લાવવાનું આ અભિયાન ઉપાડયું છે. ગરીબને તેના હકકનું મેળવવા માટે પણ અભિમન્યુના કોઠા વીંધવા ના પડે તેની એક ઉત્તમ અભિયાન રૂપે પ્રતિતી કરાવી દીધી છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દેશના રાજકીય પંડિતો, આર્થિક તજજ્ઞો, આયોજનકારો અને સમાજશાસ્ત્રીઓ માટે ગુજરાતમાં ગરીબી સામેના જંગનાં આ અભિયાને અધ્યયન વિષય પૂરો પાડયો છે એમ તેમણે જણાવ્યું હતું.

આખા દેશમાં બીપીએલ કાર્ડ મેળવવાની માનસિકતા ઘર કરી ગઇ છે અને મતપેટીના રાજકારણ માટે એને પોષણ મળે છે. પરંતુ ગુજરાતના ગરીબોમાં ગરીબી સામેની લડાઇ લડવાનો ગજબનો આત્મવિશ્વાસ જાગ્યો છે અને સરકાર સામે ચાલીને ગરીબને તેના હકકનું આપી રહી છે ત્યારે ગરીબી રેખા નીચે શા માટે જીવવુ? એવી ક્રાંતિ આવી છે અને પરિણામે જિલ્લે, જિલ્લે બીપીએલ કાર્ડધારકો પોતાના પરિવારનું નામ કમી કરવા સામે ચાલીને માંગણી કરી રહ્યાં છે. ગરીબી સામેની લડાઇની આ સરકારની સચ્ચાઇનો આ જ પુરાવો છે.

ગુડ ગવર્નન્સ અને સુરાજયની દિશા એટલે જ આવી સરકારની વહીવટી સંસ્કૃતિ ગામે ગામ જઇને ગરીબના જીવનમાં બદલાવ લાવવા સંવેદનાથી કાર્યરત છે. તેની પ્રતિતી કરાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

મોંઘવારીની ગરીબની વેદના માટે દિલ્હીમાં કેન્દ્રની સરકાર સામે બાથ ભીડવામાં તેઓ ગરીબની અંતર વ્યવથાની જ પૂર્તિ કરે છે એની ભૂમિકા આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ત્રણ રૂપિયે કીલો ઘઉં ગરીબને આપવાનું વચન આપીને સત્તા ઉપર આવ્યા પછી કેમ મૈાન બની ગયા છો ? ઘઉં ગરીબોને રૂ. ત્રણના કીલોના ભાવે આપવાને બદલે રૂ.૧૦.૮૦ કીલો આપવા રાજય સરકારોને જણાવવાનું હોય ત્યારે આ વચન પાલન પણ નહી કરવા માટે તેમણે કેન્દ્ર સરકારને યાદ અપાવી ત્યારે તેમની અકળામાણ વધી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકારે તો અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને બે રૂપિયે કીલો ઘઉં આપવા કરોડો રૂપિયાનો બોજ ઉપાડયો છે. ગરીબો માટે જે કાંઇ કરવાની જરૂર પડે આ બધુ જ કરવામાં સરકાર પાછી પાની નહી કરે.

તેમણે ગરીબોને કુટેવમાંથી મુકત થવાનો સંવાદ- સંકલ્પ કરાવ્યો હતો અને ગરીબોને દેવા-વ્યાજના ચકકરમાંથી કાયમ માટે છોડાવવા સખીમંડળોની લાખોની સંખ્યામાં બહેનોની શકિત કામે લગાવી છે. રૂ.૧૦૦૦ કરોડની નિધિ-ધિરાણ આર્થિક પ્રવૃત્તિ માટે અપાશે તેની વિગતો પણ સમજાવી હતી.

આ અવસરે વસુધરા ડેરી ચીખલીના ચેરમેન શ્રી મોંઘાભાઇ દેસાઇએ કન્યા કેળવણી નિધિ માટે રૂ.૫ લાખનો ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કર્યો, ત્યારે વનમંત્રીશ્રી મંગુભાઇ પટેલ, કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી પણ ઉપસ્થિત હતાં.

નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળની રાજય સરકારે ગરીબોને મળતા અધિકારોના વ્યવસ્થાપનની વ્યવસ્થા કરી છે. સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અવસરે ગુજરાતમાંથી ગરીબી નિર્મૂલન માટે સંકલ્પ કર્યો છે. જનભાગીદારી- જન આંદોલનનું માધ્યમ ગુજરાતના વિકાસ માટે પ્રેરણારૂપ બન્યું છે. ગુજરાતે તમામ ક્ષેત્રોનો વિકાસ સાધી અન્ય રાજયોને ઉદાહરણ પૂરું પાડયું છે. ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, પાણીની સવલતમાં ગુજરાત અગ્રેસર છે.

તેમણે તા.૧૨ ફેબ્રુઆરીથી શરૂ થતા સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અવસરમાં જનજનને ભાગીદાર બનવા સૌને અનુરોધ કર્યો હતો.

સાંસદ શ્રી કાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગવી પધ્ધતિથી શાસનધુરા સંભાળી, આજે પારદર્શક વહીવટ ઘ્વારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ થકી સરકાર આપના ઘ્વારે છે. ગામના જ યુવાનો ગામમાં જ લોકોને મદદ કરે તેના માટે ગ્રામમિત્રોની વ્યવસ્થા છે. તેમણે કુટેવોને તિલાંજલિ આપી સારુ જીવન જીવવા ચોકકસ નિર્ધાર કરી, ગરીબીમાંથી બહાર આવવા સરકારને સહયોગ આપવા આપીલ કરી હતી.

જિલ્લા કલેકટર શ્રી ડી.પી.જોશીએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી યોજાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળામાં ચીખલી-વાંસદા તાલુકાના ૩૧ હજારથી વધુ લાભાર્થીઓને સાધન-સહાય અપાય છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ જિલ્લામાં રૂ.૩૧૫ કરોડના ખર્ચે હજજારો લાભાર્થીઓને આવરી લઇ, સ્વરોજગારી સહિત માળખાકીય સવલતો મળી છે. આ બે તાલુકાની વિશેષતા એ રહી છે કે, વનવાસી વિસ્તારમાં આરોગ્યની ગુણવત્તાસભર ૧૦૦ ટકા સુવિધા ઉપલબ્ધ છે. સાથે આદિમજૂથ વિસ્તારમાં વીજળી કરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ છે. સરકારી યોજનાના અમલીકરણ થકી અધિકારી/કર્મચારીઓએ કર્મયોગીની પ્રતિતી કરાવી છે. ગરીબ કલ્યાણના આયોજનમાં સરકારી સંસ્થાઓનો સહયોગ પણ આવકારદાયક રહ્યો હતો.

આ અવસરે સાંસદ શ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી નરેશભાઇ પટેલ, વિજયભાઇ પટેલ, લક્ષ્મણભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી, આર.સી.પટેલ, ઓલ ઇન્ડિયા સુગર ફેકટરીના ચેરમેનશ્રી જયંતિભાઇ પટેલ, વસુધરા ડેરીના ચેરમેનશ્રી મોંઘાભાઇ દેસાઇ, જિલ્લા પ્રભારી સચિવશ્રી એ.કે.રાકેશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એ.સત્યા, જિલ્લા પોલીવડા શ્રી પ્રેમવીરસિંહ સહિત અધિકારી, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Explore More
৭৮ তম স্বাধীনতা দিবস উপলক্ষ্যে নয়াদিল্লির লালকেল্লার প্রাকার থেকে প্রধানমন্ত্রীর ভাষণ ১৫ই আগস্ট , ২০২৪

জনপ্রিয় ভাষণ

৭৮ তম স্বাধীনতা দিবস উপলক্ষ্যে নয়াদিল্লির লালকেল্লার প্রাকার থেকে প্রধানমন্ত্রীর ভাষণ ১৫ই আগস্ট , ২০২৪
India’s digital PRAGATI

Media Coverage

India’s digital PRAGATI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
সোশ্যাল মিডিয়া কর্নার 7 ডিসেম্বর 2024
December 07, 2024

PM Modi’s Vision of an Inclusive, Aatmanirbhar and Viksit Bharat Resonating with Citizens