મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે જામનગર જિલ્લાના દ્વારકા તાલુકાના સાગરકાંઠા વિસ્તારની ગઢેચી પ્રાથમિક શાળાના ૮૫ જેટલા બાળકોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્ય મંત્રીશ્રીએ વર્ષ ૨૦૦૫માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આ ગઢેચી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેના સંસ્મરણો બાળકોએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ વ્યકત કર્યા હતા.
દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત બાયસેગની કામગીરી પ્રત્યક્ષ નિહાળવા ગઢેચીના આ બાળકો ગાંધીનગર આવ્યા હતા અને સાયન્સ સીટી તથા અક્ષરધામની મુલાકાત પણ તેમણે લીધી હતી.