મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિક્કીમમાં વિનાશક ભૂકંપનો ભોગ બનેલા પરિવારોને માટે તત્કાલ રાહત સહાય પેટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાંથી રૂ. બે કરોડની રકમનો ચેક સિક્કીમના મુખ્યમંત્રીશ્રી પાવન કે. ચામલીંગજીને આજે મોકલી આપ્યો છે અને જણાવ્યું છે કે ગુજરાતની જનતા અને ગુજરાત સરકાર સિક્કીમ ઉપર આવી પડેલી આ કુદરતી આપતિના દુઃખમાં સહભાગી બને છે અને તેના પ્રતિકરૂપે રૂ. બે કરોડની રાહત સહાયની રકમ મોકલી છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે આપતિવ્યવસ્થાપન ક્ષેત્રે જે સક્ષમ તંત્ર વિકસાવેલું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર સિક્કીમના ભૂકંપ પીડિતોના બચાવ રાહતકાર્ય ઉપરાંત પૂનઃસ્થાપન અને પૂર્નવસન કાર્યમાં આપતિવ્યવસ્થાપનની તજ્જ્ઞ સેવાઓ અને અન્ય તમામ મદદ કરવા તત્પર છે.