મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે સરદાર પટેલ વર્લ્ડ પોલીસ યુનિટી ટુરના અમેરિકાના આયોજકો રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી એસ. એસ. ખંડવાવાલાના નેતૃત્વમાં મળ્યા હતા અને સ્વર્ણિમ જ્યંતિ અવસરે જાન્યુઆરી-ર૦૧૧માં ગુજરાતમાં આવનારી વર્લ્ડ પોલીસ યુનિટી ટુરના કાર્યક્રમોની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.

શ્રી એસ. એસ. ખંડવાવાલા અને ટુરના ચેરમેન ડો. વિઠ્ઠલ ધડુકે જણાવ્યું કે અમેરિકામાં ર૬/૧૧ના આતંકવાદી હુમલા પછી કાયદો-વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસોની યુનિટી ટુર દર વર્ષે મે-૯ ના રોજ યોજાય છે અને ૧ર૦૦ જેટલા પોલીસ અફસરો અમેરિકામાં બાયસીકલ ઉપર પોલીસ યુનિટી ટુર કરીને વોશિંગ્ટનમાં નેશનલ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ મેમોરિયલ પહોંચે છે.

સને ર૦૧૧નું વર્ષ ગુજરાતમાં સ્વર્ણિમ જ્યંતી ઉજવણીનો અવસર છે અને મુખ્યમંત્રીશ્રીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮ર મીટર ઊંચી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની નર્મદા ડેમના સ્થળે પ્રસ્થાપિત કરવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે તેનાથી પ્રેરાઇને જાન્યુઆરી ૮ થી ૧૪,ર૦૧૧ દિવસોમાં વર્લ્ડ પોલીસ યુનિટી ટુર ગુજરાતમાં બાઇસીકલ ઉપર અમદાવાદ-કરમસદ-કેવડીયા-વડોદરામાં અભિયાન હાથ ધરશે. અમેરિકા સહિત પ૦ જેટલા વરિષ્ઠ પોલીસ અફસરો આ વર્લ્ડ પોલીસ યુનિટી ટુરમાં ગુજરાત આવશે અને ગુજરાતના પોલીસદળના પ૦ વરિષ્ઠ અધિકારીઓ પણ બાઇસીકલ ઉપર તેની સાથે ફરશે.

પોલીસ યુનિટી ટુર ગાંધી આશ્રમ અમદાવાદથી નવ જાન્યુઆરીના રોજ બાઇસીકલ ઉપર પ્રસ્થાન કરશે અને સરદાર જન્મભૂમિ કરમસદ થઇ અમદાવાદ આવી, ૧૧મી એ પતંગોત્સવમાં ભાગ લઇને સરદાર સરોવર ડેમ તથા કેવડીયા ખાતે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળની મૂલાકાત લેશે. ત્યારબાદ વડોદરામાં કાર્યક્રમ યોજીને ગાંધીનગરમાં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ” નિહાળશે.

આજની બેઠકમાં શ્રી ખંડવાવાલા અને શ્રી ડો. વિઠ્ઠલ ધડુક ઉપરાંત અમેરિકાના વર્લ્ડ પોલીસ યુનિટી ટુરના એકઝીકયુટીવ ડિરેકટરો સર્વશ્રી હેરી ફિલીપ (HARRY PHILIP) અને (Jaims WALDRON) સર્વશ્રી ડો. દિનેશ પટેલ તથા જગદીશ પટેલ અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort

Popular Speeches

No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort
IMF applauds India for maintaining fiscal discipline in election year

Media Coverage

IMF applauds India for maintaining fiscal discipline in election year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 19th April 2024
April 19, 2024

Vikas bhi, Virasat Bhi under the leadership of PM Modi