ગુજરાત સરકારના આઠ લાખથી અધિક કર્મયોગીઓને રૂા. રરપ0 કરોડના માતબર નાણાંકીય લાભ આપવાનો સ્તુત્ય નિર્ણય લેતા મુખ્યમંત્રીશ્રી
છઠ્ઠા પગાર પંચના સુધારેલા પગાર ભથ્થાના ત્રીજા હપ્તાના તફાવત-એરિયર્સની રકમ પૂરેપૂરી રોકડમાં ચૂકવાશે
કેન્દ્ર સરકારે જાહેર કરેલા વધુ સાત ટકાના મોંઘવારી ભથ્થાની રકમ પહેલી જુલાઇ-ર011થી રોકડમાં જ મળશે
4.પ3 લાખ કર્મચારીઓ અને 3.47 લાખ પેન્શનરોના વ્યાપક આર્થિક હિતોની કાળજી લેતી સરકાર
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના શાસનના ગતિશીલ દશ વર્ષની વણથંભી વિકાસયાત્રા અને જનસેવામાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપનારા આઠ લાખથી અધિક કર્મચારીઓ અને પેન્શનરોના વ્યાપક આર્થિક હિતોને સ્પર્શતા રૂા. રરપ0 કરોડના કેશ પેકેજ વિષયક બે ઉમદા અને સ્તુત્ય નિર્ણયોની આજે જાહેરાત કરી છે.શાસનના દશ વર્ષ પૂરા થયા અને સાતત્યપૂર્ણ 11 મા વર્ષમાં પ્રવેશના મંગલમય અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના 4.પ3 લાખ જેટલા કર્મયોગીઓ અને 3.47 લાખ જેટલા પેન્શનરો મળીને કુલ આઠ લાખ કુટુંબોને સીધો લાભ થાય તે રીતે છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર, સુધારેલા પગારધોરણોના તફાવતના એરિયર્સની ચૂકવણીનો ત્રીજો હપ્તો જીપીએફમાં જમા લેવાને બદલે સંપૂર્ણપણે રોકડમાં ચૂકવવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. આમ 4.પ3 લાખ જેટલા કર્મચારીઓને એરિયર્સ પેટે એકંદર રૂા. 108ર કરોડ અને 3.47 લાખ જેટલા પેન્શનરોને રૂા. ર9પ કરોડનું એરિયર્સ ત્રીજા હપ્તા પેટે રોકડમાં ચૂકવાશે.
આ નિર્ણયથી રાજ્ય સરકારના આઠ લાખ કર્મયોગીઓને રૂા. 1300 કરોડ કરતાં વધુ રકમની માતબર ભેટ મુખ્યમંત્રીશ્રીએ આજે આપી છે.
વિશેષમા, મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં જે સાત ટકાનો વધારો જાહેર કર્યો છે તે પણ રાજ્ય સરકારના કર્મયોગીઓને 1 લી જુલાઇ-ર011 થી મંજૂર કરીને જૂલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ તમામ કર્મચારીઓ અને પેન્શનરોને રોકડમાં ચૂકવી દેવાની જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને પ1 ટકા મોંધવારી ભથ્થું મળે છે તેમાં સાત ટકાનો વધારો થતાં કર્મચારીઓને આ વધારા પેટે રૂા. 637 કરોડ અને પેન્શનરોને રૂા. ર16 કરોડ રોકડમાં ચૂકવાશે. આમ, આ નિર્ણયથી કુલ આઠ લાખ કર્મયોગીઓને બીજા 8પ0 કરોડની જંગી રકમ પણ ભેટ રૂપે મળશે.
દશ વર્ષથી ટીમ ગુજરાતએ રાજ્યના અર્થતંત્ર અને નાણાંકીય વ્યવસ્થાપનને સુચારૂ અને મજબૂત બનાવ્યું છે તેના જ પરિણામે, વિકાસના કામો અને જનકલ્યાણની યોજનાઓનો વ્યાપક ફલક ઉપર અમલ થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારી-પરિવારની સુખ-શાંતિ માટે આ સરકારનો પ્રોત્સાહક અભિગમ રહેવાનો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આઠ લાખ કર્મચારીઓને પગાર ભથ્થાના ત્રીજા હપ્તાના એરિયર્સ અને મોંઘવારી ભથ્થાની રકમ રોકડમાં ચૂકવવાના આ બંને નિર્ણયોના અમલથી રાજય સરકાર એકંદર રૂા. રરપ0 કરોડનો બોજ વધારામાં વહન કરશે એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ છ કરોડ ગુજરાતીઓના આશા-અરમાનોને સાકાર કરવા, કર્મચારીઓ પૂરી તાકાતથી પોતાનું સામર્થ્ય બતાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
યુવા-રોજગારીના ક્ષેત્રે મહત્વાકાંક્ષી જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
દશ વર્ષમાં સવા બે લાખ યુવાનોને રાજ્ય સરકારની સેવાઓમાં નિમણુંકો મળી
આ વર્ષના અંત સુધીમાં રાજ્ય સરકાર વધુ પ0,000 નવી ભરતી કરશે
રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા નોંધાયેલા 14.રપ લાખ
યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઇ
નવલોહીયા, પ્રશિક્ષિત, કોમ્પ્યુટર ટેકનોલોજી જાણનારા હોનહાર યુવાનોની સરકારી નોકરીઓમાં પારદર્શી ભરતી કરાશેઃ
વહીવટીતંત્ર વધુ ગતિશીલ અને સશકત બનશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના સેવારત શાસનના દશ વર્ષ અને અગિયારમા વર્ષમાં પ્રવેશના મંગલમય અવસરે, સમગ્ર વહીવટીતંત્રને હોનહાર યુવાશકિતથી ગતિશીલ બનાવવા, આ વર્ષમાં જ સરકારી સેવાઓમાં પ0,000 જેટલી નવી ભરતી કરવાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી છે. વીતેલા દશ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય સહિતના સામાજિક આંતરમાળખાકીય સેવા-સુવિધાના ક્ષેત્રોમાં સવા બે લાખ જેટલા નવયુવાનોની પારદર્શી નિમણુંકો કરીને, આ સરકારે જનસેવા, સુખાકારી અને વિકાસના અનેકવિધ કાર્યોમાં સિધ્ધિ મેળવી છે એટલું જ નહીં, રાજ્ય સરકારની રોજગાર વિનિમય કચેરીઓમાં નોંધાયેલા 14.રપ લાખ જેટલા યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધ કરી છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.આ વર્ષે વધુ પ0,000 સરકારી નિમણુંકો આપીને રાજ્યની યુવાશકિત માટે સરકારની સેવાઓમાં ભરતીના સપના સાકાર થશે એવો વિશ્વાસ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત વિકાસની નીતનવી ઊંચાઇઓ ઉપર પહોંચવા અવિરત પુરૂષાર્થ કરી રહ્યું છે ત્યારે રાજ્યના વહીવટીતંત્રમાં નવલોહિયા હોનહાર, કોમ્પ્યુટર ટેકનોલોજીથી પ્રશિક્ષિત એવા પ0,000 યુવાનોની ગુણવત્તાના ધોરણે પારદર્શી નિમણુંકો અપાશે અને વહીવટીતંત્ર યુવાન લોહીથી જનસેવામાં વધુ પ્રાણવાન અને સશકત બનશે.
મુખ્યમંત્રીશ્રીએ એ હકિકતની યાદ આપી હતી કે સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ ગુજરાતની છ કરોડ જનતાના સુખ-શાંતિ અને વિકાસના અરમાનો સાકાર કરવા રાજ્ય સરકારની ટીમ ગુજરાત કોઇ કચાશ નહીં રાખે અને જનસેવા માટે પ્રતિબધ્ધ એવા યુવાનો માટે રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટેના નવા અવસરનું અભિયાન હાથ ધરાશે એવી તેમણે પ્રજાજોગ સંદેશમાં જાહેરાત કરી હતી.
દશ વર્ષમાં રાજ્ય સરકારના જૂદા જૂદા સેવાકીય વિભાગોમાં મળીને સવા બે લાખ યુવાનોને નિમણુંકો આપી છે અને માનવવિકાસ સૂચકાંકના સેવા ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય સહિતના સામાજિક માળખાકીય સુવિધાને પ્રાથમિકતા આપતી આ સરકાર વધુ પ0,000 પ્રશિક્ષિત યુવાનોની ભરતી આ વર્ષમાં કરશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે વહીવટી વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જેવા મહત્વાકાંક્ષી તાલુકા એકમના વહીવટને પ્રાણવાન બનાવવા અને વિકાસની તંદુરસ્ત સ્પર્ધામાં તાલુકાની સમાજશકિતને પ્રેરિત કરવા, સરકારી કર્મયોગીઓની તાલુકા ટીમને પૂરાજોશથી કાર્યરત કરી છે. વહીવટી અને નાણાકીય સત્તાધિકારો આપ્યા છે. ઇ-ગવર્નન્સ અને જનસેવા કેન્દ્રોનું નેટવર્ક પાયાના ગ્રામપંચાયત સ્તર સુધી ગોઠવ્યું છે તથા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ જેવા વહીવટી કાર્યક્ષમતાના નવા આયામોનું ફલક ગામેગામ વિસ્તાર્યું છે.
સામાન્ય જન, દલિત, વનવાસી, દરિદ્રનારાયણ એવા જનસમૂહોને સરકારી યોજનાઓ અને કલ્યાણના લાભો પહોંચાડવા, રાજ્ય સરકારના વહીવટમાં ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા અને નિવૃત થતા સેવા કર્મયોગીઓની જગ્યાએ પ્રશિક્ષિત નવયુવાનો સાથે વહીવટને તમામ સ્તરે પ્રાણવાન બનાવવા, આ પ0,000 નવી ભરતી-નિમણુંકોને મંજૂર કરી છે જે અગ્રતાના ધોરણે પારદર્શી પ્રક્રિયા અપનાવીને ભરાશે. આ હેતુસર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ જેવા ભરતી પ્રક્રિયાના માધ્યમોને વધુ કાર્યશીલ બનાવ્યા છે. કેટલીક વિશિષ્ઠ અને વહીવટી કેડરોમાં નિમણુંકો ગુણવત્તાના ધોરણે થાય એ હેતુથી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિઓ પણ કાર્યરત કરાશે એમ તેમણે જણાવ્યું હતું.
રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા ખાનગી ક્ષેત્રે યુવાનોને રોજગારી અપાવવામૌં ગુજરાત દેશમાં પ્રથમ
ગુજરાતની પ્રબુધ્ધ અને પ્રશિક્ષિત હુન્નર કૌશલ્ય ધરાવતી યુવાશકિતને રોજગારીના વ્યાપક અવસરો, ખાનગી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં મળે તે માટે રાજય સરકારની રોજગાર-વિનિમય કચેરીઓને કાર્યક્ષમ બનાવી છે. તેના પરિણામે દશ વર્ષમાં ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતની રાજ્ય સરકાર સંચાલિત રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા 14.રપ લાખ જેટલા યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો આપી છે. આખા દેશમાં સરકારી રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને મળતી રોજગારી અપાવવામાં ગુજરાત સતત પ્રથમસ્થાને જ રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.