અમદાવાદઃ ૧૧ ફેબ્રુઆરી, : મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નમિત્તે કર્ણાવતીનગર આયોજિત ભાજપાના કાર્યકર્તાઓના સમર્પણ દિવસ સંમેલનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારના એક કુટુંબની સત્તાભૂખે ભારતની બરબાદી નોતરી છે અને જેટલી જલ્દીથી આ બોજમાંથી ભારતની જનતા મુકત થશે તેવું ભારતમાં નિર્માણનું સપનું ઝડપથી મૂર્તિમંત થશે.
રાષ્ટ્રીય હિતના દ્રષ્ટિકોણથી ભ્રષ્ટ્રાચાર જંગ સામે સ્વ.ઇન્દીરા ગાંધીએ ખુરશી બચાવમાં ભારતના લોકતંત્રનો કચ્ચરધાણ વાળીને જેમણે માથું ઉંચકયું તેમને એક પ્રકારના આતંકવાદથી જેલમાં ધકેલી દીધા હતા અને ત્યારે જનસંધને, ભાજપા પૂર્વે વિલીન કરીને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણાવ્યું હતું. તેવો દીનદયાળના ચિન્તને જ લોકશાહીની રક્ષાની બુનિયાદ ખડી કરી દીધી હતી.
તેમણે જણાવ્યું કે ગાંધીજીના નામે પંચાયતી રાજથી પાર્લામેન્ટ સુધીના કોંગ્રેસના એકચક્રી શાસનમાં પણ દીનદયાળજીએ ભારતીય જનસંધ (પૂર્વ ભાજપા)ના કાર્યકર્તાઓની ફોજ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ખડી કરી દીધી હતી અને લાખો કાર્યકર્તાઓએ રાષ્ટ્ર સેવામાં જીવન ખપાવી દેવાના સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા.
રાજકીય પક્ષમાં લોકશાહીનો દાવો કરી શકે તેવા એકમાત્ર પક્ષ ભાજપા છે અને બીજા પક્ષોમાં કયાં તો પરિવારવાદ છે અને કયાં તો એકજ વ્યકિત આસપાસ પક્ષ છે, એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકીય વિશ્લેષકોને આહ્વાન કર્યું હતું કે કોંગ્રેસ અને ભાજપાની રાષ્ટ્રનીતિના ૨૫ જેટલા પેરામીટર્સની તુલના કરો તો ૨૫-૨૫ પેરામીટર્સમાં ભાજપા જ આગળ નીકળી જશે. નેતા કે મોટા બાપના દીકરા નહીં પણ જનતા જનાર્દનની સેવા અને માતૃભૂમિના મરજીવાઓની ફોજ એ ભાજપા છે.
અમે ધા ઝીલ્યા છે, અને વળતો ધા નથી કરતા કારણ અમારે મન રાષ્ટ્રહિત જ સેર્વોપરી છે. યુવાન કોણ છે, મોટા બાપના દીકરા કે ભાજપાના પુરૂષાર્થથી રાષ્ટ્રસેવાને વળેલા કાર્યકર્તા, પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો- કોઇની પણ સરેરાશ ઉમંર કાઢો તો કોણ યુવાન છે તેની પ્રતિતી આપોઆપ થઇ જશે.
ગુજરાત આજે વિકાસની ચર્ચામાં છે અને જેઓ અહીં આવીને ગુજરાતના હિતની ચર્ચા કરે છે તેમને માટે પ્રશ્નો ઉઠાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની નદીઓની ૧૩ રાષ્ટ્રીય યોજના તરીકે જાહેર કરી છે તો તેમાં નર્મદા યોજનાને કેમ બાકાત રાખી છે ? પંડિત નહેરૂએ જેનો પાયો નાંખ્યો હતો તેવી નર્મદા યોજના જે ચાર રાજ્યના વિકાસ સાથે સંકાળયેલી છે તેનું નામ સરદાર પટેલ સાથે સંકળાયેલ છે તે ખૂંચે છે ? તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સરદાર સરોવર ડેમના ગેઇટ બાકી છે પરંતુ મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર પૂનર્વસનના બહાને આ ગેઇટ નાંખવાનો વિરોધ કરે છે. તેમાં ગુજરાત વિશે રાજકીય દ્વેષભાવ સિવાય બીજું કશુ નથી એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતને પૂછયા વગર પેટ્રોલીયમની રોયલ્ટી ફોર્મ્યુલા બદલી નાંખીને રાતોરાત ગુજરાતના જ મંત્રી પેટ્રોલીયમ મિનિસ્ટર છે છતાં ગુજરાતનું હિત નેવે મૂકીને ગુજરાતને અન્યાય કરી રહ્યા છે તેનો જવાબ આપો તેવી માંગણી પણ કરી હતી.
""તમે દૂરદર્શન ઉપર અમને ના બતાવો અમને વાંધો નથી પણ ગુજરાતના વિકાસ માટે દૂરદર્શન ગુજરાત વિરોધી બની ગયું છે'' એમ તમેણે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી પી.ચિદમ્બરમ્ને પ્રશ્ન પૂછતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતની પાકિસ્તાની સરહદે તારની વાડ નાખવાની ધોર ઉપેક્ષા શા માટે કરો છો શું પાકિસ્તાનની દોસ્તી આડે આવે છે ?
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે મુંબઇ ઉપર પાકિસ્તાનનું આતંકવાદી આક્રમણ અહીંના આકાઓ વગરના સહયોગની ઓઠે થયું છે પણ આનો જવાબ કેન્દ્રની કોંગ્રેસ સરકાર વોટબેન્કની રાજનીતિ ખાતર મગનું નામ મરી નથી પાડતી. પાકિસ્તાનને ભરી પીશું એમ કહેવાનો દમ વોટબેન્કની રાજનીતિ કરનારી કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં નથી તેથી ભારતીય લશ્કરની ત્રણે પાંખોના વડાઓની પાસે શા માટે બોલાવડાવે છે ?
આઝાદી પછી ૪૨ વર્ષ સુધી કોંગ્રેસના એક જ કુટુંબે દેશની બર્બાદી કરી છે. એક માત્ર અટલબિહારી વાજપેઇના છ વર્ષના શાસનમાં કોંગ્રેસી ધોડા દેશ ઉપર રાજ નહોંતું કરતું તેવી માર્મિક આલોચના કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમેરિકાની જેમ હિન્દુસ્તાનની જનતા પણ કોંગ્રેસના એક કુટુંબથી ત્રાસી ગઇ છે અને દેશને તેમના બોજામાંથી મુકત કરવાનો સમય પાકી ગયો છે. આતંકવાદ સામે લડવાની વાતો કરતી દિલ્હીની કેન્દ્ર સરકારને મન દેશહિત સુપિ્રમ હોય તો અફઝલ આતંકવાદીને ફાંસી કેમ નથી આપતા ?
અમદાવાદ મહાનગરના ભાજપાના ૧૫૦૦૦ કાર્યકર્તાઓની શકિતને બિદાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સંગઠનની તાકાત નવો રંગ લાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પંડિત દીનદયાળજીએ સંગઠનકર્તા તરીકે ભારતમાં કાર્યકર્તાઓમાં નવી ચેતના જગાવી દીધી હતી એટલું જ નહીં, ભારતની સાંસ્કૃતિ વિરાસત સાથે ધરતીનું ચિન્તન ગાંધીજીની જનચેતના રચનાત્મક પ્રવૃત્ત્િા, રામમનોહર લહિયાાની સામાજિક શકિત, ચન્તિન અને દીનદયાળજીનું એકાત્વ માનવવાદનું ચિન્તન ત્રણેયના સમન્વયથી વિચારધારામાં સમાવિષ્ઠ હતું. આજના ભાજપાના ચિન્તનમાં આથી જ પંડિત દીદયાળ બિરાજમાન છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અજાતશત્રુ જેવું દીનદયાળજીનું વ્યકિતત્વ છતાં રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યુ કમનશિબે એ સમયેના શાસકોના પેટનું પાણી હલાવી શકયું નહોતું તે ધટનાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પંડિત દીનદયાળનું જીવન ભારતની આવતીકાલના ધડતરનું જીવન હતું, જેમાં રાષ્ટ્રહિત જ સર્વોપરી ભાવ હતો. ""ઇન્ડિયા ફર્સ્ટ''ની આ ભાવનામાં જ ભાજપાની રાષ્ટ્રવાદી ઓળખ ઉભી થઇ છે.
પંડિત દિનદયાળજીના જન્મદિવસે સંગઠન દ્વારા રાખવામાં આવેલા સંમેલન બદલ કાર્યકરોને અભિનંદન આપતાં શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પંડિતજીએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા શું કરવું અને છેવાડાના માનવીને વિકાસના લાભો મળે તેવું સુરેખ આયોજન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા કરેલ વિકાસ અને સમગ્ર રાજ્યના કરેલ સમતુલ વિકાસની માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ઉપસ્થિત કાર્યકરોને કર્તવ્ય નષ્ઠિાના શપથ લેવડાવ્યા હતા.
પંડિત દીનદયાળની પૂણ્યતીથિની ઉજવણી પ્રસંગે મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો તથા શહેરના વિવિધ વસ્તિારમાંથી આવેલ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની શરૂઆતમાં શહેર અધ્યક્ષ શ્રી જગદીશ પટેલે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી.