ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના ઉત્કૃષ્ટ કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીને, છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં જે પ્રચંડ વિકાસ થયો છે તે બદલ, અનેક પુરસ્કારો મળ્યા છે. શ્રી મોદીજીને પોતાને મળેલા પુરસ્કારો ઉપરાંત, તેમના પ્રેરણાત્મક નેતૃત્વના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકારના વિવિધ વિભાગો પણ તેમની યોજનાઓ કે કાર્યક્રમોમાં સફળ થયા છે જેના માટે તેઓએ પોતે પણ ઘણા પુરસ્કારો મેળવ્યા છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કીર્તિ
અત્યંત ખુશીની વાત એ છે કે સતત પાંચ વર્ષ સુધી શ્રી નરેન્દ્ર મોદી ‘ઇન્ડિયા ટૂડે’ના જનમત સર્વેક્ષણ અનુસાર સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીના રૂપમાં ઊભર્યા છે. જનમત સર્વેક્ષણ સૂચવે છે કે શ્રી મોદીજીની લોકપ્રિયતા જેટલી ગુજરાતની અંદર છે, તેટલી જ ગુજરાતની બહાર પણ છે. જે લોકોએ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગુજરાતના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરતા જોયા છે, તેઓ જાણે છે કે કેવી રીતે તેઓએ કઠોર પરિશ્રમ સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્ર દ્વારા સર્વાંગી વિકાસનો એજન્ડા નિર્ધારિત કર્યો છે.
શ્રી મોદીજીના કામે ઇલેક્ટ્રૉનિક મીડિયાનું ધ્યાન પણ ખેંચ્યું છે. વર્ષ ૨૦૧૨ના પ્રારંભમાં તેઓને ભારતીય કારોબારની વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ સીએનબીસી ટીવી-18 પુરસ્કારથી સન્માનિત કરવામાંઆવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ, ગુજરાતમાં આર્થિક વાતાવરણ અને ગુજરાતમાં વિક્રમજનક રોકાણની સફળતા શ્રી નરેન્દ્ર મોદીને આ પ્રકારના પુરસ્કારો માટે સૌથી યોગ્ય વ્યક્તિના રૂપમાં સિદ્ધ કરે છે.
નવેમ્બર ૨૦૧૧માં, કોમ્પ્યુટર સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા ઇ-ગવર્નન્સના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેઓને પુરસ્કાર તથા ‘ઈ-રત્ન’ ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની ઇન્ફર્મેશન ઍન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજી (આઇ.સી.ટી.) ને લગતી પહેલ માટે સી.એસ.આઇ. નિહિલેંટ ઈ-ગવર્નન્સ એવૉર્ડ્સ – ૨૦૧૧માં ‘એવૉર્ડ ઑફ એક્સલન્સ – ડિપાર્ટમેન્ટલ લેવલ’ જીતવામાં આવેલ. આ ઉપરાંત, ઈ-ગવર્નન્સની યોજનાઓ તથા આઇ.સી.ટી. આધારિત સેવાઓ માટે મુખ્યમંત્રી કાર્યાલયને પાછલા વર્ષના અંતમાં યોજવામાં આવેલ ઈ-ઇંડિયા સમિટમાં ‘બેસ્ટ ગવર્નમેન્ટ ટૂ સિટિઝન ઇનિશિયેટીવ ઑફ ધ યર એવૉર્ડ’ પણ એનાયત કરવામાં આવેલ. મુખ્યમંત્રી શ્રી મોદી ટેક્નોલૉજીની શક્તિમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે પરંતુ ખાસ વાત એ છે કે, તેમણે સરકારી કામગીરીમાં પણ આધુનિક ટેક્નોલૉજીને સામેલ કરી દીધેલ છે જેથી કરીને સેવાનું વિતરણ સરળ બની જાય.

ઈ-રત્ન પુરસ્કાર સ્વીકારતા શ્રી નરેન્દ્ર મોદી
‘સ્વાગત’ (ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા રાજ્યવ્યાપી ફરિયાદો ઉપર ધ્યાન આપવું) નામની ફરિયાદ નિવારણ યોજનાની શાનદાર સફળતા શ્રી નરેન્દ્ર મોદી માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થયેલ છે, જેમની દૂરંદેશીના કારણે આ યોજનાનું નિર્માણ થયું અને ત્યારબાદ ફેલાવો થઈ શક્યો. ૨૦૦૩માં શરૂ થયેલ ‘સ્વાગત’થી ગુજરાતમાં ફરિયાદ નિવારણ સેવામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે અને રાજ્યના લોકોને માટે મુખ્યમંત્રી સહિત, રાજ્યના ઉચ્ચ અધિકારીઓનો સીધો સંપર્ક કરવાનું શક્ય બનાવેલ છે. સાર્વજનિક સેવાઓના પ્રદાનમાં પોતાની ભૂમિકામાં પરિવર્તન લાવવા માટે ‘સ્વાગત’ને પ્રતિષ્ઠિત ‘સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા પુરસ્કાર’ મળેલ છે. તાજેતરમાં જ, તેણે ‘સાર્વજનિક સેવાઓમાં સુધારણા’ માટે ‘સી.એક્સ.ઓ.-૨૦૧૧’ પુરસ્કાર પણ જીત્યો છે. ભૂતકાળમાં તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સિદ્ધિઓની યાદી અહીં સમાપ્ત થતી નથી. આરોગ્યથી લઈને પ્રાથમિક સુવિધાઓ સુધી, પ્રવાસનથી પંચાયતી રાજ સુધી ગુજરાત સરકારના તમામ વિભાગો અદભૂત કામગીરી કરી રહ્યા છે, જેના માટે તેઓને હંમેશાં પુરસ્કૃત કરવામાં આવે છે.
Stay Tuned for Live Events
We appreciate any and all feedback about our site; praise, ideas, suggestions, bug reports you name it! Your feedback will help us do better.